આખરે એ ક્ષણ આવી જ ગઈ કે દેશનો સૌથી વજનદાર સેટેલાઈટ એટલે કે GSAT૧૧ને લોન્ચ કરવામાં આવ્યો. ૫ હજાર ૮૫૪ કિલોગ્રામનો આ સેટેલાઈટ આજે સવારે યુરોપિયન સ્પેસ એજન્સી ફ્રેન્ચ ગુએનાથી લોન્ચ કરવામાં આવ્યો. આ એક કમ્યુનિકેશન સેટેલાઈટ છે.
જેનાથી હવે દેશમાં ઈન્ટરનેટ ક્ષેત્ર મોટી ક્રાંતિ આવશે. આ સેટેલાઈટ એટલો મોટો છે કે, પ્રત્યેક સોલાર પેનલ ચાર મીટરથી વધુ લાંબા છે. જે એક મોટા રૂમ બરાબર છે. પહેલા આ સેટેલાઈટને વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવાનો હતો પરંતુ સિસ્ટમમાં કોઈ ક્ષતિ સર્જાતા ભારતીય સ્પેસ એજન્સીએ આ સેટેલાઈટને ચેક કરવા માટે ફ્રેચ ગુએનાતી પરત મંગાવી લીધો. બાદમાં તેના પર રિસર્ચ અને તપાસ બાદ આજે તેનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું.
દેશનું સૌથી ભારે સેટેલાઈટ જીસેટ-૧૧નું વહેલી સવારે લોન્ચ કરવામાં આવ્યું છે. તેને યુરોપના એરિયન -૫ રોકેટ દ્વારા આજે સવારે ફ્રેન્ચ ગયાનાથી લોન્ચ કરવામાં આવ્યું. આ કોમ્યુનિસ્ટ સેટેલાઈટનું વજન ૫૮૫૪ કિલોગ્રામ છે. તેના દ્વારા દેશમાં ઈન્ટરનેટની સ્પીડને વધારવામાં મદદ મળશે.
સેટેલાઈટના લોન્ચિંગની પહેલ વર્ષની શરૂઆતમાં જ કરવામાં આવી હતી. પરંતુ ઈસરોએ તેની સિસ્ટમમાં ટેકનિકલી ખામીને જોઈને તેને ફ્રેન્ચ ગુયાનાથી તપાસ માટે પરત મગાવવામાં આવ્યું હતું. ઈસરોએ સેટેલાઈટને પરત મગાવવાની જરૂરિયાત એપ્રિલમાં પડી હતી.
જ્યારે જીસેટ-૬એ મિશનની અસફળતા પછી તે સમયે સાવચેતીના પગલા લેવામાં આવ્યા હતા. આ ચાર ઉચ્ચ ક્ષમતાવાળા સેટેલાઈટ આવતા વર્ષે દેશમાં દર સેકન્ડે ૧૦૦ ગીગાબાઈટ બ્રોડબેન્ડ કનેક્ટીવીટી આપશે. આ સેટેલાઈટ દેશને સૌથી વધુ સ્પીડવાળી ઈન્ટરનેટ કનેક્ટિવીટી ઉપલબ્ધ કરાવશે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં અને ડિજીટલ વિભાજન સમાપ્ત કરશે. જીસેટ -૧૧ ગ્રામીણ અને નજીકના દ્વીપ વિસ્તારમાં મલ્ટી સ્પોર્ટબીમ કવરેજ આપવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.
આ સેટેલાઈટ દેશમાં પહેલાથી વર્તમાન ઈનસેટ અથવા જીસેટ સેટેલાઈટ સિસ્ટમની સરખામણીએ યૂઝર્સને વધારે સ્પીડ આપશે. આ નવી પેઢીને એપ્લિકેશનને ડિસ્પ્લે કરવા માટે પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવશે.