ફ્રાંસ પાસેના ન્યૂ કૈલેડોનિયામાં ૭.૩ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનો ખતરો

646

ફ્રાંસ પાસેના ન્યૂ કૈલેડોનિયામાં ભૂકંપ આવતા સ્થાનિકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો. રીક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૭.૩ની નોંધાઈ છે. તો ભૂકંપ સાથે સુનામીનો પણ ખતરો સામે આવ્યો છે.દરિયામાં પણ ઉંચા મોજા ઉછળી રહ્યા છે અને લોકોમાં હવે ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે તંત્ર દ્વારા પણ લોકોને એલર્ટ કરી દેવાયા છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે ચેતવણી પણ આપી દેવાઈ છે. જો કે, હજુ સુધી આ ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પણ ભૂકંપ અને સુનામીના ખતરા બાદ એલર્ટ જાહેર કરી દેવાયુ છેં. જયારે પ્રશાંત સૂનામી ચેતવણીના કેન્દ્રએ જણાવ્યું છે કે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ન્યૂ કૈલેડોનિયાના પૂર્વી તટથી જોડાયેલા લોયલટી આઇલેન્ડથી અંદાજે ૧૫૫ કિલોમીટર દૂર સમુદ્રની અંદર ૧૦ કિલોમીટર અંદર નોંધાયું છે.

Previous articleકોંગી શાસનમાં તમે લુંટો અમેય લુંટીએની જ રમતો ચાલતી હતી
Next articleનક્સલવાદીઓએ પોતે જ પોતાના બે સાથીદારોને ફૂંકી માર્યા