નક્સલવાદીઓએ પોતે જ પોતાના બે સાથીદારોને ફૂંકી માર્યા

670

દેશનાં ઘણા ભાગોમાં નક્સલવાદીઓ અને માઓવાદીએ હિંસક હુમલાઓ કરી સામાન્ય અને સુરક્ષાદળોની ઉંધ હરામ કરી મૂકી છે પણ એક સમાચાર એવા આવ્યા કે, નક્સલવાદીઓએ પોતે જ પોતાના બે સાથીદારોને ફૂંકી માર્યા છે. આધારભૂત સૂત્રોનાં જણાવ્યા અનુસાર, છત્તિસગઢનાં બસ્તર જિલ્લાની આસપાસ આવેલા વિસ્તારમાં નક્સલવાદીઓએ તેમના બે સાથીદારોને મારી નાંખ્યા હતા. કેમ કે, તેમને એવી શંકા હતી કે, તેઓ પોલીસનાં બાતમીદારો છે અને નક્સલવાદીઓની બાતમી પોલીસને આપે છે.

મરણ જનાર વ્યક્તિઓમાં જલ્લુ અને ભીમાનો સમાવેશ થાય છે. આ બંને વ્યક્તિ નક્સલવાદીઓ સાથે જોડાયેલા હતા પણ બે વર્ષ પહેલા તેમણે પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી.  પોલીસ અધિકારીએ જણાવ્યું કે, નક્સલવાદી પ્રવૃતિ છોડ્યા પછી એ બંને જણા પોલીસનાં બાતમીદારો બન્યા હતા અને બસ્તર વિસ્તારમાં નક્સલીઓની હિલચાલની માહિતી આપતા હતા. આ દરમિયાન મંગળવારે આ બંને જણા પાખનર ગામમાં ભરાતા બજારમાં ગયા હતા જ્યાં નક્સલવાદીઓએ તિક્ષ્ણ હથિયારોથી તેમને રહેંશી નાંખ્યા હતા. નિર્મમ હત્યા કર્યા પછી નક્સલવાદીઓએ બંનેના શબને પોલીસ સ્ટેશન નજીક રઝળતા મૂકી ભાગી છૂટ્યા હતા.

Previous articleફ્રાંસ પાસેના ન્યૂ કૈલેડોનિયામાં ૭.૩ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનો ખતરો
Next articleમોનિટરી પોલિસીમાં રેપો અને રિવર્સ રેપોરેટ યથાવત રખાયા