ધોળકા પાસે લોથલ એ હરપ્પાકાલિન બંદરીય નગર તરીકે મળી આવ્યું છે. પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનન-સંશોધન ચાલતું હોય છે. આવા તો કેટલાય નગર, ગામ અને ટીંબા કાળની થપાટ સાથે ધરબાઈ ગયા હશે તો અમુક આમ મળી આવ્યા છે. લોથલના એક ભાગમાંથી દેખાતા સુર્યાસ્તને નિહાળતા લાગે છે કે સુર્યના અસ્ત અને ઉદય સાથે સૃષ્ટિમાં પણ સતત આ ઉદય અને અસ્ત ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરવાના !