રમતગમત વિભાગ દ્વારા રાજ્યકક્ષાની કેરમ સ્પર્ધા અંજાર (કચ્છ) ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં વિવિધ વયજુથમાં જિલ્લામાં નંબર મેળવેલા બી.એમ. કોમર્સના ૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી અંધારીયા ટીશા મેહુલભાઈ (ધોરણ-૯)એ અંડર-૧૪ ગર્લ્સમાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમાંક તથા ચૌહાણ જયરાજ હિતેષભાઈ (ધો.૯)એ અંડર-૧૪ બોયઝમાં તૃતિય ક્રમાંક માટે મેળવીને રાષ્ટ્રકક્ષા માટે પસંદગી પામ્યા છે. હવે આ બન્ને વિદ્યાર્થીઓ રાષ્ટ્રકક્ષાએ ત્રિપુરામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.