લોકસેવક માનભાઈ ભટ્ટની પુણ્ય સ્મૃતિમાં ર૮મો નાગરિક સન્માન એવોર્ડ તા. ૯ ડિસેમ્બરે શિશુવિહારમાં અર્પણ થશે.
મોરારિબાપુની નિશ્રામાં રવિવારે સાંજના પ-૦૦ કલાકે શિશુવીહાર પ્રાંગણમાં યોજાનાર સન્માન સમારોહમાં સૌરાષ્ટ્રમાંથી કૃષ્ઠ રોગનું નિર્મુલન કરનાર પદ્મશ્રી જામનગર સ્થીત ડો. આચાર્ય તેમજ સુપ્રસિધ્ધ સાહિત્યકાર પ્રદીપજીના અમર વારસાને ગરીબો વચ્ચે જીવંત રાખી અહર્નિશ સેવાવૃત્ત મુંબઈથી મિતુલબહેન પ્રદીપનું પુજયન બાપુના વરદ હસ્તે રૂપિયા ૩૩૦૦૦/-ની રાશિ, મોમેન્ટો તથા ખેસ અર્પણથી અભિવાદન થશે.
સંસ્કૃતિ અને સેવાના ધામ તરીકે જાણીતા ભાવનગરના માનવીય મુલ્યોની કાળજી લેતા શિશુવિહાર સંસ્થાના સ્થાપક માનભાઈ ભટ્ટની સ્મૃતિમાં સતત ર૮માં વરસે એનાયત થનાર એવોર્ડ અંતર્ગત વાળુકડથી ૩૦૦૦ દિકરીઓનુે શિક્ષણ સાથે જોડી નઈ તાલીમની સુવાસ વિસ્તારનાર નાનુભાઈ શિરોયાનું શ્રેષ્ઠ શિક્ષક તરીકે તેમ મુસ્લિમ સ્ત્રીઓ પરત્વે વિશેષ સામાજિક સૌહાર્દથી સ્વાસ્થ્ય શિક્ષણ માટે સેવાવૃત્ત અમદાવાદ સ્થ્ત પ્રાધ્યાપક ડો. દેવિન્દ્રાબહેન શાહનું આરદણીય બાપુના કર-કમળથી અભિવાદન થશે.
કઠિન પરિસ્થિતિમાં પણ અનન્ય સંઘર્ષ વેઠી કચ્છના રણમાં ૧૪૦૦થી વધુ પરિવારોમાં ભાતીગળ ભરતકામને જીવંત રાખનાર અમિબહેન શ્રોફનું યશસ્વી મહિલા તરીકે અભિવાદન થશે. નિરંતર પ્રતિકારભર્યો પુરૂષાર્થ કરતા રહી પર્ભુ પ્રિત્યર્થે જનજનની નિસ્વાસ્થ સેવા કરતા નાગરિકોના સન્માનનો ઉપક્રમે શિશુવીહાર સંસ્થાએ છેક ૧૯૯૧થી જાળવી રાખ્યો જે શહેરની સંસ્કારિતા માટે શિરમોર બને છે.