તળાજાના બોરડા પંથકના વાટલીયા ગામે ગઈકાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા એક દિપડી ઝડપાઈ હતી અને વાડી વિસ્તારમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, દરરોજ ર-૩ દિપડા જોવા મળે છે અને ખેડૂત વાડી વિસ્તારમાં જતા ડરે છે તો ફોરેસ્ટ વિભાગ તળાજાના આરએફઓ કિંજલબેન જોશી અને પ્રવિણાબેન વનપાલ વાઘેલા ભાઈની સુચના મુજબ બે પીંજરા ગોઠવવામાં આવ્યા હતા. જેના કારણે આજે વહેલી સવારે એક દિપડો પાંજરે પુરાયો હતો જેની જાણ ફોરેસ્ટ ઓફિસર તળાજા કીંજલબેનને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ કાફલો ઘટનાસ્થળે તાકીદે દોડી આવ્યા હતા અને પાંજરે પુરાયેલ દિપડાને ઝડપી ફોરેસ્ટના વાહનમાં તળાજાના સાખડાસર ગામે નર્સરીમાં દિપડાને લાવવામાં આવ્યો. આજે બીજા દિવસે દિપડો પાંજરે પુરી સફળતા મળી હતી.
ગઈકાલે બોરડા પંથકના વાટલીયા ગામે રાયુભાઈ જાડેજાની વાડીમાં દિપડીને ઝડપી લેવામાં ફોરેસ્ટ ઓફિસરની સ્ટાફને સફળતા મળી હતી. ખેડૂતોએ જણાવ્યું કે, બોરડા દાઠા પંથકમાં હજુ દિપડા છે તો બે પીંજરા વાટલીયા ગામે મુકાવવામાં આવ્યા હતા. આજે બીજો દિપડો પણ ઝડપાયો હતો. જેને પાંજરામાં પુરીને ફોરેસ્ટ ઓફિસરનો કાફલો સ્ટાફ સાથે સાખડાસર નર્સરીમાં લાવી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે હજુ પણ અનેક દિપડા અને બચ્ચા અંતરિયાળ વિસ્તારોમાં છે એવું ખેડૂતોએ જણાવ્યું હતું.