મહાપાલિકા દ્વારા કુંભારવાડા, મોતીતળાવ ખાતે આજે સતત ત્રીજા દિવસે પણ ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આજે પણ મહાપાલિકાના અધિકારીઓ સહિતની ટીમો મોતી તળાવ ખાતે પહોંચી હતી. અને ટ્રાફીકને નડતર રૂપ દબાણો પર જેસીબી ફેરવી દેવાયું હતું. આમ સતત ત્રણ દિવસથી ચાલતી દબાણ હટાવ કામગીરીથી ગેરકાયદેર દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.