રાજ્યમાં મગફળીના૧૭૩ કેન્દ્રો પરથી રૂ.૧૦૩૪.૪૩ કરોડની મગફળીની ખરીદાઈ

729
gandhi25112017-3.jpg

રાજ્યમાં મગફળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયુ છે ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજ્યમાં હાલ ૧૭૩ કેન્દ્રો કાર્યરત છે જેના દ્વારા દૈનિક ૬ લાખ મણ મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે એમ અધિક ખેતી નિયામક ગાંધીનગર દ્વારા જણાવાયું છે.
અધિક ખેતી નિયામક દ્વારા વધુમાં જણાવ્યાનુસાર મગફળીના વિપુલ ઉત્પાદનને ધ્યાને રાખીને નાફ્રેડ તથા રાજ્ય સરકારની વિવિધ ખરીદ સંસ્થાઓ દ્વારા તા.૨૨/૧૧/૧૭ સુધી ૨૨૦ કેન્દ્રો શરૂ કરાયા છે. જે પૈકી હાલ ૧૭૩ કેન્દ્રો કાર્યરત છે. જેનાં દ્વારા અત્યાર સુધીમાં ૧,૨૨,૪૪૫ ખેડૂતો પાસેથી રૂા.૧૦૩૪.૬૩ કરોડની ૧૧૫ લાખ મણ જેટલી (ર,ર૯,૮૭૪.૩૨ મે.ટન) મગફળી ખરીદવામાં આવી છે. 
ખેડૂતોની મગફળી સારી રીતે ખરીદાય તે માટે ખરીદ કેન્દ્રો પર સંપૂર્ણ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ અંગે ખેડૂતોને કોઇ ફરિયાદ કે મુશ્કેલી ઉભી થાય તો તે માટે ખેતી નિયામકની કચેરીના કંટ્રોલ રૂમના નંબર ૦૭૯/૨૩૨૫૬૨૦૬ તથા નાયબ ખેતી નિયામકના મોબાઇલ નંબર : ૯૪૨૯૭ ૭૭૫૪૧ પર ખેડૂતો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત ગોડાઉન માટે પણ હેલ્પ લાઇન નંબર : ૯૪૨૮૫ ૬૩૪૮૭ / ૯૪૨૮૯ ૫૭૨૬૭ કાર્યરત કરાયો છે જેનો પણ ખેડૂતો સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકે છે. 

Previous articleગુજરાત ચૂંટણી : મોદી ૨૭, ૨૯ નવેમ્બરે શ્રેણીબદ્ધ સભા સંબોધશે
Next article ભારતીય જનતા પાર્ટી ઈવીએમમાં ગોટાળા કે મતદારોને નોટો આપી શકે છે : જીજ્ઞેશ મેવાણી