કોકીલ કંઠી લતાજીએ નિવૃત્તિ લેવાની અફવાઓનું ખંડન કર્યું

908

કોકીલ કંઠી લતા માંગેશકરે નિવૃત્ત થઈ રહ્યા છે તેવી અફવાઓનું ખંડન કરતા તેના લાક્ષણિક અંદાજમાં ખડખડાટ હસતા જણાવ્યુ હતુ કે હું મારા છેલ્લા શ્વાસ સુધી ગીતો ગાતી રહીશ અને મા સરસ્વતીની પૂજા કરીશ.

છેલ્લા કેટલાક સમયથી મીડિયા પર લતાજીએ ગાયેલ મરાઠી ગીત ‘અતા વિશ્વ્યાછા કસાં’ પોસ્ટ કરેલ છે. જેનો અર્થ થાય છે હવે આરામનો સમય છે. આ ગીત પછી સોશિયલ મીડિયા પર એ અફવા વહેતી થઈ હતી કે હવે લતાજી રિટાયરમેન્ટ લઈ રહ્યા છે. આ વાતને લતાજીએ ખંડન કરી પોતાના પ્રશંસકોને ખુશ કરી દીધા હતા.

લતાજીએ પોતાના પ્રશંસકોને કહ્યુ કે મને નથી ખબર આવી અફવા કોણ ફેલાવી રહ્યું છે. મને આ કોઈ ખાલી બેઠેલ બેવકૂફ માણસનું કામ લાગે છે. બે દિવસ પહેલા મને અચાનક મારી રિટાટરમેન્ટના સમાચાર મળ્યા અને ફોન આવવા શરૂ થઈ ગયા.

Previous articleસંજય દત્ત સાથે ફિલ્મ મળતા કૃતિ સનુન ખુબ ખુશ : રિપોર્ટ
Next article’ભારત’ના શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ દિશા પટની