ભાજપની પ્રતિષ્ઠાને ખરડતાં નેતા, ભરૂચમાં દારૂ પી છાકટા બન્યા

1040

દારૂ પીવો અને મારામારી કરવી ભાજપના નેતાઓની બે દિવસની કરતૂતો સામે આવી છે. રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારમાં ગયેલા બે નેતાઓએ મારપીટ કરી હતી. તેના ગણતરીના કલાકોમાં જ ભરૂચના તાલુકા પ્રમુખના જન્મદિવસે દારૂ પીને છાટકા બનેલા કાર્યકરે વડાપ્રધાનની મિમિક્રી કરીને તેમનું અપમાન કર્યું હતું.

ભરૂચના તાલુકા પ્રમુખ અલ્પેશસિંહ રાજના જન્મ દિવસની ઉજવણી થઈ હતી. તેમાં મહામંત્રી દિવ્યજીતસિંહ અને મિમિક્રી કરનાર રોહિત નિઝામા સહિતના ભાજપી નેતાઓ હતા.

જાહેરમાં શરાબ અને કબાબની મહેફિલમાં સત્તાના નશામાં ચૂર હતા. ગુજરાતની દારૂબંધીના લીરા ઉડતાં હોય અને વડાપ્રધાનનું અપમાન કરતાં હોય તેવા દ્રશ્યો વીડિયો વાઈરલ થતાં બહાર આવ્યા.

Previous articleમેક્સવેલ અને ફિન્ચ આઈપીએલ સિઝન-૧૨માં ભાગ નહિ લે
Next articleકલોલમાં હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી