જસદણ પેટા ચૂંટણી જંગમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. ત્યારે જસદણ પેટા ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેચવાનો આજે છેલ્લો દિવસ હતો. ત્યારે ૭ અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેચી લીધું છે. ત્યારે જસદણ પેટા ચૂંટણીને લઇ ભાજપ કોંગ્રેસ સહિત આઠ ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. જેમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. પરંતુ અપક્ષ કોને ભારે પડે છે અને કોને ફાયદો કરાવી જાય છે એને લઇને રાજકારણ ગરમાયું છેજસદણ પેટા ચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ્યારે ખરાખરીનો જંગ જામ્યો છે. તો આ સાથે આજે ઉમદેવારી ફોર્મ પરત ખેચવાનો છેલ્લો દિવસ હતો. જેને લઇ ૭ ઉમેદવારો પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેચીં લીધુ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સહિત ૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. જસદણ પેટા ચૂંટણીમાં જ્ઞાતિદાના સમીકરણને જોઇએ તો ૫ કોળી સમાજના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે એક-એક ઉમેદવારમાં પટેલ, દલીત અને બ્રમ્હક્ષત્રીય સમાજના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.
જસદણ પેટા ચૂંટણીને લઇ ભાજપના કુંવરજી બાવળીયા અને કોંગ્રેસના અવસર નાકિયા વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી શકે છે. ત્યારે ભાજપના બાવળીયા અને કોંગ્રેસના અવસર નાકિયા સામસામે આવતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જસદણ પેટા ચૂંટણીને લઇને ભાજપ કોંગ્રેસના સીધા જંગમાં હવે અપક્ષ ઉમેદવારોને લઇને વધુ એક વિવાદ થયો હતો. જેમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાની કથિત ઓડિયો ક્લિપ સામે આવતાં નવો વિવાદ થયો હતો.