રાજ્યમાં ૨૦૦૨ અને ૨૦૦૭ વચ્ચે થયેલા થયેલા પોલિસ એન્કાઉન્ટરની તપાસ કરવા સુપ્રીમ કોર્ટે જસ્ટીસ એચ.એસ.બેદીના વડપણ હેઠળ એક સમિતિની રચના કરી હતી. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં એ સમિતિનો અહેવાલ જાહેર કરવા સામે વિરોધ કર્યો છે. બેદી સમિતિએ ચાલુ વર્ષની શરુઆતમાં એક કવરમાં કોર્ટને રીપોર્ટ સોંપ્યો હતો. અરજદારોએ આ રીપોર્ટની નકલ આપી હતી તે બાબતે નિર્ણય કરતા પહેલા પોતાને સાંભળવા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી હતી.
ત્યારબાદ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈના વડપણ હેઠળની બેંચે ગુજરાત સરકારને રિપોર્ટની નકલ અરજદારોને આપવા સામે એફિડિવિટ સ્વરુપે કરવાની છૂટ આપી હતી. કોર્ટે આ કેસની વધુ સુનાવણી ૧૨ ડિસેમ્બરના રોજ થશે તેવું કહ્યું છે. અરજદારોના વકીલ પ્રશાંત ભૂષણે કેસમાં દલીલ કરી શકે તે માટે રિપોર્ટની નકલ માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળમાં સમિતિએ અવર નવાર પ્રોગ્રેસ રિપોર્ટ આપ્યો હતો. અને બેની નકલ કોર્ટને પૂરી પાડી હતી. હવે આ આખરી રિપોર્ટ છે અને આગળ વધવા અમારી પાસે તેની નકલ હોવી જોઈએ. ૨૦૦૭માં ફાઈલ કરવામાં આવેલી પીટીશનમાં ગુજરાતમાં ૨૨ બનાવટી એન્કાઉન્ટરની તપાસ માંગવામાં આવી હતી. ૨૦૧૨માં સુપ્રિમ કોર્ટે તેના પૂર્વ ન્યાયાધીશ જસ્ટીસ બેદી સમિતિના વડપણ હેઠળ એન્કાઉન્ટરની તપાસ પર દેખરેખ રાખવા માટે સમિતિ રચી હતી. કોર્ટે ગુજરાત સરકારને સમિતિને મદદરુપ બનવા જણાવ્યું છે.