૩૮મી ગુજરાત સ્ટેટ માસ્ટર એથલે ટીકરા ચેમ્પિયનશીપ -ર૦૧૮ જે તાજેતરમાં વિજાપુરના સિદસર ગામે સીનીયર સીટીઝન માસ્ટર એથલેટીકસ ચેમ્પિયનશીપમાં ભાવનગર સીનીયર સીટીઝન અને શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી એવા ભરતભાઈ પંડયાએ ગોળાફેંક અને ડીશ થ્રો બને રમતમાં ભાગ લીધેલ હતો. જેમાં સમગ્ર ગુજરાતમાં ગોળાફેંકમાં ત્રીજું નંબર પ્રાપ્ત કરેલ. જે બદલે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોષી, મહામંત્રી કલ્પેશ મણિયાર, શિવભદ્રસિંહ ગોહિલ, જયોતીન્દ્રભાઈ શાહએ આ નંબર પ્રાપ્ત કરવા બદલ શુભેચ્છા પાઠવેલ.