ગારિયાધાર શહેરમાં ડો. બાબાસાહેબ આંબેડકરના પરીનિર્વાણ દિવસ નિમિત્તે કેન્ડલ માર્ચ તથા ભીમવંદના કાર્યક્રમ યોજાયો હતો.
અખંડ ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરના આજરોજ પરીનિર્વાણ દિવસ નિમિત્તે ગારિયાધાર શહેરમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સામાજીક આગેવાનો, રાજકીય આગેવાનો તથા જુદા-જુદા સમાજના યુવાનો વડિલો એકત્ર થઈને ભીમવંદના કાર્યક્રમ યોજેલ ત્યાર બાદ કેન્ડલ માર્ચ કરી ડો. બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરેલ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.