ગોંડલના મોવીયામાં એડી. ડી.જી.પી. ડો. મલ્લ કાર્યકર્તાઓનું સન્માન કરશે

604

ભારત જન વિજ્ઞાન જાથા તથા સમસ્ત મોવીયા ગ્રામજનોના સંયુકત ઉપક્રમે રાજયમાં કાળી ચૌદશની ગેરમાન્યતા ખંડન કાર્યક્રમોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા તથા પર્દાફાશની કામગીરીમાં મદદરૂપ થનાર પોલીસ કર્મીઓ તથા મોવીયા ગામના સમાજ સેવકોનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.  રાજયના એડી. ડાયરેકટર જનરલ ઓફ પોલીસ ડો. વિનોદકુમાર મલ્લ વિજ્ઞાનલક્ષી પ્રવચન આપી ગામના સમાજ સેવકો, પોલીસ અધિકારીઓ, જાથાના કાર્યકર્તાઓનું સન્માન કરાશે. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે દેશભરમાં જાથા અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. તેમાં જાથાને મદદરૂપ થનારનું વખતોવખત સન્માન કરવામાં આવે છે. કાળી ચૌદશની સદીઓ જુની ગેરમાન્યતા સામે રાજયમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અને પર્દાફાશ અને જનજાગૃતિમાં ઉપયોગી થનાર વ્યકિતઓનું અદકેરૂં સન્માન કરવામાં આવશે. શનિવાર તા. ૮ ડિસેમ્બરના રોજ બપોરે ૧ર-૦૦ કલાકે મોવીયા ગામમાં અદ્‌ભૂત કાર્યક્રમમાં ગામ લોકોને હાજર રહેવા જણાવાયું છે.

Previous articleસિહોરમાં કાનુનિ શિબિર યોજાઈ
Next articleઆનંદપુર પ્રા.શાળામાં મહાપરિનિર્વાણ દિન ઉજવાયો