હોમીયોપેથી મેડિકલ બોર્ડના ડિરેકટરો મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રીની મુલાકાતે

613

ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણી સાથે ગુજરાત રાજય હોમ્યોપેથી મેડિકલ બોર્ડના તમામ ડિરેકટરો મુલાકાત લીધી હતી.

અત્યારે તબીબીને થતી તકલીફો વિશે ગુજરાત સરકારને વાકેફ કર્યા અને સરકાર તરફથી એવું આહ્વાન કરવામાં આવ્યું કે હોમ્યો બોર્ડને સાથે રાખીને દરેક પ્રકારના પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી, હોમ્યોપેથીક તબીબોની વિવિધ માંગણીઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી, આ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણી હાજર રહ્યા હતાં. આ બેઠકમાં ડો. હિતેષ બી હડિયા, ડો. હરેશ પટેલ, ડો. યોગેશભાઈ, ડો. ચેતન પટેલ, ડો. ગોરધન કોશિયા, ડો. રાજેશ બ્રહ્મ ભટ્ટ, ડો. કલ્પિત સંઘવી, ડો. વૈભવ રાવ, ડો. હેમેન્દ્ર ચાવડા વિગેરે ડોકટરો પણ હાજર રહ્યા હતાં.

Previous articleઆદસંગ ધામે પ્રેમદાસબાપુના આશ્રમે સંતવાણી કાર્યક્રમ યોજાયો
Next articleરાજુલામાં ડો. આંબેડકરને લોકોએ શ્રધ્ધાંજલિ પાઠવી