આજરોજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા બોટાદ જિલ્લામાં અસામાજીક તત્વો પર કડક અને ઉત્કૃષ્ટ કામગીરી કરીને દુષ્કર્મીને પકડવા બદલ બોટાદ જિલ્લા પોલીસવડા હર્ષદ મહેતાને સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બોટાદ જિલ્લા પોલીસવડા દ્વારા બોટાદ શહેરમાં શાંતિ અને સલામતી જાળવવામાં યોગ્ય ફરજ બજાવીને તથા અસામાજિક તત્વોને પકડીને લોકોમાં ભયનો માહોલ દુર કરેલ છે તેમજ બોટાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો યોગ્ય રીતે નિયંત્રણ કરીને માર્ગ સલામતીની સારી કામગીરી કરેલ છે. છ વર્ષની દિકરીના દુષ્કર્મના આરોપીને બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આથી આવા કાર્યો બદલ બોટાદ જિલ્લા પોલીસવડા હર્ષદ મહેતા તથા સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સાંદીપની વિર્ધાનીકેતન પરિવાર તથા બોટાદ જિલ્લા કોળી તાનાજી સેના ગુજરાત માંધાતા ગ્રુપ બોટાદ, યુવા કોળી સંગઠન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.