કરચલીયાપરા વાલ્મીકી વાસમાં જાહેરમાં જુગાર રમતા ૬ ઝડપાયા

914

ગંગાજળિયા પોલીસ સ્ટેશનનાં  પોલીસ ઇન્સપેકટર કે.સી.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ ગંગાજળિયા પોલીસ સ્ટેશનનાં હેડ.કો. મહાવીરસિંહ ગોહિલ તથા જનકસિંહ બોરણા તથા કામલેશદાન ગઢવી તથા જયરાજસિંહ જાડેજા પો.કો.દશરથસિંહ ગોહિલ   વિગેરે પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમી આધારે વાલકેટ ગેટ પાછળ વાલ્મીકિ વાસમાં  શીતળામાંના મંદિર પાસે જાહેરમાં  ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા ઇસમો પ્રકાશભાઈ ઉર્ફે ગેડેડો પ્રવીણભાઈ ડાભી, આશીફભાઈ મેહબુબભાઈ પઠાણ, મયુરભાઈ કિશનભાઈ  રતઈ, કેયુરભાઈ બીપીનાભાઈ ડાભી, રાજુભાઇ ઉર્ફે બુધાભાઈ ખોડીદાસ ડાભી તથા અજયભાઈ ભુપતભાઇ જોશી રહે તમામ  ભાવનગરવાળાઓને જુગારનાં સાહિત્ય ગંજીપતાનો કેટ.નંગ.૦૧ તથા રોકડ રૂપિયા ૪૧,૭૨૦ /-  તથા મોબાઈલ -૨ કી રુ ૪૭,૦૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

Previous articleDRM દ્વારા ડો. આંબેડકરને પુષ્પાંજલિ
Next articleશૌર્યદિન નિમિત્તે વિરાટ બાઈક રેલી