ભાવનગર એરપોર્ટ પર ફરજ બજાવતા સીઆઈએસએફના જવાનો માટે બીપી, ડાયાબીટીસને લગતા રોગો માટે આયુર્વેદિક માર્ગદર્શન કાર્યક્રમ રૂવા સેન્ટર ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં આયુર્વેદ મેડિકલ ઓફિસર ડો.શિતલ સોલંકી અને ડો.પ્રકાશ સોલંકીએ માર્ગદર્શન આપ્યું હતું. આ કેમ્પમાં જિલ્લા આયુર્વેદિક અધિકાર ડો.જોગદીયા, ગાંધીનગરના ડો.પંડયા તેમજ સીઆઈએસએફના અધિકારીઓ કલ્પેશ રામટેકે, સુધીર ઘોષ, બી.પાટીલ તથા સીઆઈએસએફના જવાનો ઉપસ્થિત રહ્યાં હતા.