અમૃતસર ટ્રેન દુર્ઘટના : નવજોત સિદ્ધુ અને તેમની પત્નીને મળી ક્લિનચીટ

693

પંજાબ સરકારના મંત્રી નવજોતસિંહ સિદ્ધુ અને તેમની પત્નીને અમૃતસર રેલ દુર્ઘટનામાં ક્લીન ચિટ મળી ગઈ છે. મેજિસ્ટ્રેટ ઇન્કવાયરીએ આ બંનેને ક્લીન ચિટ આપી. આ વર્ષે દશેરાના દિવસે (૧૯ ઓક્ટોબર) અમૃતસર રેલ દુર્ઘટનાામં ૬૧ લોકોનાં મોત થયા હતા. આ લોકો રાવણ દહન જોવા એકત્ર થયા હતા. રેલવે ક્રોસિંગની પાસે રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવજોત કૌર ભાષણ આપી રહ્યા હતા.પંજાબ સરકારના સૂત્રો મુજબ, રેલ દુર્ઘટનાની ૩૦૦ પાનાનો તપાસ રિપોર્ટ ૨૧ નવેમ્બરે પંજાબ સરકારને સોંપવામાં આવ્યો હતો. તેમાં નવજોતસિંહ સિદ્ધુ અને તેમની પત્ની નવજોત કૌર સિદ્ધુને ક્લિન ચિટ આપવામાં આવી છે.

જાલંધરના ડિવિજનલ કમિશ્નર બી પુરુષાર્થે આ તપાસ પૂરી કરીને પોતાનો રિપોર્ટ પંજાબ સરકારને સોંપ્યો હતો. હવે આ રિપોર્ટ પર આગળ શું એક્શન લેવામાં આવશે, તે ખુદ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ નક્કી કરશે.

નવજોતસિંહ સિદ્ધુ વિશે આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે તેઓ ઘટનાના દિવસે અમૃતસરમાં હાજર જ નહોતા. નવજોત કૌર સિદ્ધુ વિશે લખવામાં આવ્યું છે કે તેઓ આ કાર્યક્રમના ચીફ ગેસ્ટ હતા પરંતુ ચીફ ગેસ્ટ કોઈ પણ વેન્યૂ પર જઈ ચેક નથી કરતા કે ત્યાં કયા પ્રકારનો બંદોબસ્ત છે. તે આયોજકોને સુનિશ્ચિત કરવાનું હોય છે.

Previous articleકાશ્મીર : અંકુશરેખા ઉપર બીજા દિને પણ ગોળીબાર
Next articleCBI વિવાદ : કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે કરેલા વેધક પ્રશ્નો