બીબીઍ દ્વારા ‘આયના- મેગ્નેટ’ એન્ટરપેન્યોર ફીયેસ્ટા કાર્યક્રમની તડામાર તૈયારીઓ

918

ગાંધીનગરમા આવેલ બી.પી.કૉલેજ ઓફ બિજ઼નેસ ઍડમીનીસ્ટ્રેશન દ્વારા સતત ૧૯ વર્ષથી “આયના” સાંસ્કૃતીક કાર્યક્રમ નું ખુબજ સફળતા પૂર્વક આયોજન કરવામાં આવી રહ્યુ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ  કોલેજ તા.૧૨,૧૩ અને ૧૪ ડીસેમ્બર ના રોજ ઉપરોક્ત કાર્યક્રમ નું આયોજન કરી રહી છે. સંસ્થાનો સમગ્ર કાર્યક્રમ થીમ આધારિત છે. જેમાં આ વર્ષની થીમ “જિંદગી” સંસ્થા દ્વારા નક્કી કરવા માં આવી છે. જેને અનુરૂપ સમગ્ર કાર્યક્રમ નું આયોજન થશે. આ વર્ષના સમગ્ર કાર્યક્રમ માટે ઓવર ઓલ ઇન્ચાર્જ ડો.જયેશ તન્ના દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ આપવા વ્યક્તિગત મળી તૈયાર કરવામાં આવી રહ્યા છે. એન્ટરપેન્યોર ફીયેસ્ટા એ “આયના-મેગ્નેટ”ની સાથે નવા અભિગમ સાથે ત્રીજા વર્ષે કોલેજ દ્વારા આયોજીત થયો છે.જેમાં વિદ્યાથીઓ દ્વારા પોતે બનાવેલ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્‌સ ને કોલેજ સ્પર્ધાના ભાગ રૂપે ત્રણ દિવસ માર્કેટ ઉપલબ્ધ કરશે.જેમાં ફૂડ, હેન્ડીક્રાફ્‌ટ, ફેશન બાઝાર જેવા વ્યવસાય વિદ્યાર્થીઓ કરશે. યોગ્યતાને આધારે  નિર્ણાયકો વિદ્યાર્થીઓને તેમાં ક્રમ આપશે. જેને વિદ્યાર્થીઓ દ્વારા ખુબ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

બીબીઍ કૉલેજ દર વર્ષે વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓને બહાર લાવવાની તક વિદ્યાર્થીઑ ને પ્રાપ્ત થાય  તે ઉદેશ્યથી રાજ્ય કક્ષાનાં “આયના -મેગ્નેટ” તેમજ “એન્ટરપેન્યોર ફીયેસ્ટા” કાર્યક્રમનું આયોજન કરે છે. જેનાથી તેમનો સર્વાંગી વિકાસ થાય સાથે સાથે તેમનામાં પડેલી આંતરિક શક્તિઓ ને ખિલવવા માટેનું ઍક પ્લૅટફૉર્મ વિદ્યાર્થીઓ ને પૂરુ પાડી શકાય.

સંસ્થા દ્વારા મેગ્નેટ મેનેજમેન્ટ  એગ્ઝીબિશન નું આયોજન કરવામાં અવી રહ્યું છે. જેમા પણ કૉલેજ નાં વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લેવા માટે તૈયારીઓ ચાલી રહી છે. જેમા વિદ્યાર્થીઓ દ્વારા પ્રૉજેક્ટ બનાવવામાં આવી રહ્યા છે. તેમજ છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓ માં ઉધોગ સાહસિકતા તેમજ બિજનેસ માટે પ્રેક્ટીકલ અભિગમ સાથે એન્ટર પેન્યોર ફીયેસ્તાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને પોતે વિવિધ ચીજવસ્તુઓ બનવવા ની તેમજ વેચવાની તેના માટે ના રોકાણ તેમાંથી નફો મેળવવાની કળા તેમજ આવા તમામ મેનેજમેન્ટ ના ગુણ શીખવા નો મોકો મળે. વિદ્યાર્થીઓ એ ખુબ ઉત્સાહ પૂર્વક આ સ્પર્ધાઓ માં ભાગ લઇ રહ્યા છે. સંસ્થાનો અભિગમ કોલેજની સાથેસાથે શાળાના વિદ્યાર્થીઓ પણ ઉપરોક્ત તમામ સ્પર્ધાઓ માં મહારથ મેળવે તેવો છે. માટે શાળા ના વિદ્યાર્થીઓને  પણ તમામ સ્પર્ધાઓ માં ભાગ લેવા માટે તક આપવા માં આવે છે.

કાર્યક્રમની સફળતા માટે છેલ્લા ૧૫ દિવસથી વિદ્યાર્થીઓ પોત પોતાના ના કાર્યમાં લાગી ગયા છે. અભ્યાસની સાથેસાથે કૉલેજમાં અભ્યાસ સમય બાદ દરરોજ બે થી ત્રણ કલાક રોકાઈ અધ્યાપક ગણ તેમજ બિનશૈક્ષણીક સ્ટાફની મદદથી કાર્યક્રમને સફળ બનાવવા કાર્ય કરી રહ્યા છે. કૉલેજ પાસે અનુભવી અધ્યાપકોની ટીમ છે. જેમના અનુભવનો લાભ વિદ્યાર્થીઑ ને વિવિધ સ્તરે તૈયારીઓ માં મળે છે.

અધ્યાપક ગણ ના માર્ગદશન હેઠળ સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારાજ સંચાલિત થાય છે. જેથી તેઓ માં મેનેજમેન્ટના  સિદ્ધાંતોને પ્રાયોગિક રીતે અમલમાં  મૂકી શકે સમગ્ર રાજ્ય માંથી શાળાઓ નાં વિદ્યાર્થીઓ જુદી-જુદી સ્પર્ધા માં ભાગ લેવા જઈ રહ્યા છે. તેમજ શાળાઓનાં આચાર્યૉ તેમજ સમગ્ર રાજ્યની વિવિધ શાળાનાં શીક્ષકો પણ અત્રે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ નો ઉત્સાહ વધારશે.

સમગ્ર કાર્યક્રમ માં કૉલેજના સેમેસ્ટર ૨,૪ અને ૬ ના કુલ ૩૫૦ વિદ્યાર્થીઓ. વિવિધ કમિટિ માં રહી કાર્ય કરી રહ્યા છે. તેમજ કૉલેજનાં ૧૫૦ વિદ્યાર્થીઓઍ જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. જેનાથી  વિદ્યાર્થીઓ ને ઇવેંટ મેનેજમેન્ટ નાં વિવિધ પાસાઓ શીખવાનો મોકો મળશે. સમગ્ર ઇવેંટ માં શાળા નાં વિદ્યાર્થીઓ ને આમંત્રણ આપવા થી લઈ સંપૂર્ણ ઇવેંટ નું સંચાલન કરવા નો મોકો વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો છે.કોલેજ સ્તર ની ક્વીઝ સ્પર્ધા નું આયોજન થઇ પણ ગયું જેમાં કોલેજ ના ૨૩૦  વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.

Previous articleહોકી વિશ્વ કપઃ આર્જેન્ટીનાને ૫-૩થી હરાવીને ફ્રાન્સનો આગામી રાઉન્ડમાં પ્રવેશ
Next articleજાખોરા ગામમાં દિવેલાના છોડ ઉપર છ ફૂટ લાંબી માળ આવી