અમેરિકા બાદ બ્રિટન પણ વાઈબ્રન્ટ સમિટમાં પાર્ટનર નહી બને

741

ગાંધીનગરમાં જાન્યુઆરી મહિનામાં યોજાનારી ગુજરાત સરકારની વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં અમેરિકા બાદ બ્રિટને પણ ગુજરાત સરકારને ઝાટકો આપ્યો છે.

બ્રિટને આ સમિટમાં પાર્ટનર ક્ન?ટ્રી બનવા માટે કોઈ સમર્થન આપ્યુ નથી.જેનો અર્થ એ થયો કે આ ઈવેન્ટમાં તેઓ પાર્ટનર તરીકે સામેલ નહી થાય.જોકે બ્રિટન દ્વારા આ માટે કોઈ કારણ અપાયુ નથી.

સૂત્રોનુ એવુ પણ કહેવુ છે કે ગુજરાત સરકાર અને ભારતના વિદેશ મંત્રાલય બ્રિટનની સરકારનો વારંવાર સંપર્ક કરી ચુક્યા છે પણ નકારાત્મક જવાબ જ મળ્યો છે.

આ પહેલા અમેરિકાએ વ્યાપારિક મતભેદો આગળ ધરીને આ સમિટમાં જોડાવા માટે ઈનકાર કરી દીધો હતો.

Previous article૫ેપરલીક કાંડ : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રિકન્સ્ટ્રકશન
Next articleબિનખેતીની પરવાનગી હવે તાલુકા-જિલ્લા પંચાયત નહિ, કલેકટર આપશે : મહેસુલ મંત્રી