સુપ્રીમ કોર્ટે ભારતીય રિઝર્વ બેન્કના કેપિટલ રિઝર્વના સંબંધમાં નાણામંત્રી અરૂણ જેટલી વિરૂદ્ધ આરોપ લગાવનારી એક જાહેર હિતની અરજી નકારી કાઢી છે. કોર્ટે વકીલ એમ.એલ.શર્મા પર રૂ.૫૦ હજારનો દંડ પણ ફટકાર્યો છે, જેમણે પીઆઈએલ દાખલ કરી હતી. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ અને જસ્ટિસ એસ.કે.કૌલની પીઠે જણાવ્યું કે અમને આ પીએલઆઇ પર વિચાર કરવા માટે કોઇ પણ કારણ ધ્યાનમાં નથી આવતું. એમ.એલ.શર્માએ નાણામંત્રી જેટલી પર ઇમ્ૈંના કેપિટલ રિઝર્વમાં લૂંટનો આરોપ લગાવ્યો હતો.
બેંચે સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીને પણ આદેશ આપ્યો છે કે શર્મા જ્યાં સુધી ૫૦ હજાર રૂપિયાનો દંડ જમા ન કરે ત્યાં સુધી તેને અન્ય કોઈ પણ પીઆઈએલ ફાઇલ કરવાની પરવાનગી આપવામાં આવે નહીં.
કોર્ટે દંડ એટલે લાદ્યો છે કારણ કે પીઆઈએલને બરતરફ કર્યા પછી પણ વકીલે દલીલો ચાલુ રાખી હતી. ચીફ જસ્ટિસે તેમને દલીલો ચાલુ નહીં રાખવા જણાવ્યું અને કહ્યું કે જો તે કોર્ટને સંતોષકારણ કારણ જણાવી ના શકતા હોય તો તેમણે દંડ ભરવો પડશે. કોર્ટે આ વાત પર અસંતોષ વ્યક્ત કર્યો કે વકીલે નાણાંમંત્રીને પીઆઈએલમાં મુખ્ય પક્ષ બનાવ્યા.