હાલ કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન વિભાગ દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાનના નેજા હેઠળ સ્વચ્છતા સર્વક્ષણ – ર૦૧૮ ચાલી રહ્યું છે. જેમાં જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ કોમલબેન બારૈયાના માર્ગદર્શન નીચે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે. જાફરાબાદ નગરપાલિકાના તમામ નાગરિકોને નગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવેલી હતી કે નગરજનો તેમના બાકી રહેતો વેરો નગરપાલિકા કચેરી ખાતે ભરી જશે તો તેઓને વિનામુલ્યે સુકા તથા ભીના કચરા માટેની કચરા પેટીઓ આપવામાં આવશે આ જાહેરાતને નાગરિકો દ્વારા ખુબ સુંદર પ્રતિસાદ મળ્યો છે. નગરપાલિકાનાં ચીફ ઓફિસર ચારૂબેન મોરીના જણાવ્યા મુજબ કુલ ૧પ,૦૦૦/- કસ્ટબીનોના વિતરણ લક્ષ્યાંક સામે હાલ ૩૦૦૦/- જેટલા ડસ્ટબીનો વિતરણ થઈ ચુકી છે. તથા નગરપાલિકાને દૈનિક દોઢથી બે લાખ જ ેટલી વૈરાની આવક મળી રહી છે. સાથે સાથે આ પ્રકારની કામગીરી શહેરના નાગરિકોમાં સુકો તથા ભાનો કચરો તેમના ઘરેથી જ અલગ કરવાનો અભિગમ વિકલ્પ રહ્યો છે. જેને સ્વચ્છતા અભિયાનની એક ખુબ મોટી સહિત કહી શકાય વિનામુલ્યે ડિસ્ટબીન વિતરણના આજરોજ યોજાયેલ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ તથા ચીફઓફિસરે મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેલા બહેનો તથા ભાઈઓને શહેરના પ્લાસ્ટીક મુકત તથા કચરા મુકત બનાવવા માટે અનુરોધ કરેલ.