ન.ચ. ગાંધી કુમારી વિદ્યામંદિરની વિદ્યાર્થીનીઓની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદમાં રાષ્ટ્ર કક્ષાએ પસંદગી

1104

છેલ્લા રપ વર્ષથી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું ચોકકસ વિષયને કેન્દ્ર સ્થાને રાખીને ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ એનસીએસટીસી દ્વારા વિદ્યાર્થીઓ સંશોધન પ્રવૃતિ તરફ રસરૂચિ કેળવે તેવા હેતુથી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન વિવિધ સ્તરે કરવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), ગાંધીનગર સંવર્ધિત કલ્યાણ પ્રદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા તા. ૪ નવેમ્બર, ર૦૧૮ના રોજ જીલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-ર૦૧૮નું આયોજન કરવામાં આવેલ. જેમાં સમગ્ર જિલ્લામાંથી ૩૯ લઘુ સંશોધનો બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજુ થયેલ. જેમાંથી ૧૦ સંશોધનો રાજય કક્ષા માટે પસંદગી પામેલ.

ર૬મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ તા. રજી અને ૩જી ડિસેમ્બર, ર૦૧૮ દરમ્યાન ગુજરાત વિદ્ય)પીઠ, અમદાવાદ ખાતે ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ. રાજય સ્તરની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદમાં ગુજરાત રાજયના ૩૩ જિલ્લામાંથી કુલ ૩૩૦ લઘુ સંશોધનોની રજુઆત થયેલ. આ ૩૩૦ સંશોધનો પૈકી શ્રેષ્ઠ ર૬ સંશોધનો રાષ્ટ્રીય કક્ષા માટે પસંદગી પામેલ.  રપ વર્ષથી ચાલતા આ કાર્યક્રમમાં ન.ચ. ગાંધી કુમારી વિદ્યા મંદિરના શિક્ષક નિકેતાબેન આચાર્ય છેલ્લા ૧ર વર્ષથી માર્ગદર્શક બની વીદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે. તેમના નિરંતર પ્રયાસ અને શાળાના સહયોગથી શાળાની વિદ્યાર્થીનીઓ હેતલ ડોડીયા જેન્સી ગુંદીગરા અને શૈલી અંધારિયાના સહિત કુલ ૪ સંશોધનો પસંદગી પામેલ. જે શાળા તેમજ સંસ્થા અને સમગ્ર જિલ્લા માટે ગૌરવની વાત છે. જેઓ આગામી તા. ર૮ થી ૩૧ ડિસેમ્બર, ર૦૧૮ દરમ્યાન ભુવનેશ્વર, ઓડીસા ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની રાષ્ટ્રીય બાળ પરિષદમાં ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કરશે.

Previous articleજાફરાબાદ ન.પા. દ્વારા વેરો ભરનાર આસામીને વિનામુલ્યે ડસ્ટબીન વિતરણ
Next articleચંદવંશી બારોટ એજયુ. ટ્રસ્ટ દ્વારા બીજો સ્નેહમિલન સમારોહ યોજાશે