રાજુલાના ખ્યાતનામ પત્થર ઉદ્યોગને ૭૦ વર્ષે અપાયો ગૃહ ઉદ્યોગનો દરજજો

820

ધારાસભ્ય પદ હોય કે ન હોય પણ રાજુલાના વિદ્યેશ સુધી ખ્યાતનામ પથ્થર ઉદ્યોગને ગૃહ ઉદ્યોગનો દરજજો હજારો જુના ઉદ્યોગ માટે હીરાભાઈ સોલંકી મુખ્યમંત્રીને રજુઆત કરતા વિજયભાઈ રૂપાણી સરકાર વરસી પડી. રાજુલાના કિંમતી પથ્થરને ૪ વિશેષ સહાયગૃહ ઉદ્યોગમાં સમાવેશ, વેટમાં રાહત અને રોયલ્ટીમાં ૩પ ટકા રાહત, ઓડીટમાંથી મુક્તિ આપવાની થઈ જાહેરાત પણ ધારકો ખુશ ખુશાલ.  વર્ષોથી દેશ અને વિદેશમાં વખણો તો રાજુલાના પથ્થર આરસની સાથે ઉભો રહે છે પણ ભારત દેશ આઝાદ થયાથી આજ સુધી કોઈપણ નેતાઓએ આ પથ્થર ઉદ્યોગને મહત્વ નથી આપ્યું અને કિંમતી પથ્થરની ખાણો એક વખત ધમતી હતી તે સરકારી ટેક્ષ લીઝ, રોયલ્ટી તેમા વેટ આવવાથી આ પથ્થર ઉદ્યોગ મરણ પથારીએ પહોંચી ગયો હતો તે પથ્થર ઉદ્યોગના વેપારીઓ આખરે હીરાભાઈ સોલંકીના રાજુલા ખાતેના કાર્યલય ખાતે એકઠા થઈ ખુબ ગહન ચર્ચાઓ કરેલ તેના ફળ સ્વરૂપે પુર્વ સંસદીય સચીવ અને હાલના પ્રદેશ ભાજપ કોર કમિટિના હીરાભાઈ સોલંકીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રાજુલાના પથ્થર ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગોની પરિસ્થિતિથી વાકેફ કરતા તબડતોબ નિર્ણય લેવાયા જેમાં ખ્યાતનામ પથ્થર ઉદ્યોગ માટે અતિ મહત્વના નિર્ણયોમાં રાજુલાના પથ્થર ઉદ્યોગને ગૃહ ઉદોગનો દરજજો અપાયો ઉપરાંત પથ્થર ઉદ્યોગને ૪ વિશેષ સહાય તેમજ વેટમાં રાહત રોયલ્ટીમાં ૩પ ટકા રાહત તેમજ ઓડીટમાંથીમ ુક્તિ આપવાની જાહેરાત થઈ. રાજુલાના પથ્થર ઉદ્યોગને સ્પેશલ કવોટામાં સમાવતા મજુરો વેપારીઓમાં આનંદની લાગણી ફરી વળી છે. રાજુલા શહેર પથ્થરોનું શહેર વિશ્વ વિખ્યાત છે. અહીં કિંમતી પથ્થરોની આજુબાજુના ખેરાળી સહિત ખાણો આવેલી છે. જે રાજુલાથી ખાણોમાંથી પથ્થ્ર નિકળે છે તે પથ્થરોથી વિશાળ કાયો ઈમારતો બને છે તે જીંદગી પર્યત અડીખમ ઉભી રહે છે તેને કોઈ ભેજ કે લુણો લાગતો નથી ત્યારે આ પથ્થર રાજુલા નિશાન અને મજુરોનું સોનુ છે ત્યારે આ બાબતે રાજુલાના પથ્થરના વેપારીઓ ગામ આગેવાને જીતુભાઈ નાજાભાઈ ખાંભલા, રાજેશભાઈ જાંખરા, શાહભાઈ સહિત આગેવાનોએ રાજુલાના ભાજપ હિરાભાઈ સોલંકી કાર્યલય ખાતે રજુઆત કરી કે આ પથ્થર ઉદ્યોગ સામાન્ય ખનન રોયલ્ટી બહાર છે તેમ છતા અહીંથી જતા પથ્થરોના વાહનોને રોકવામાં આવે છે. આ પથ્થર ઉદ્યોગોમાં મજુરો કાળી મજુરી ધોમ ધખતા તાપમાં પથ્થર તોડી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે આવી હેરાનગતિ બંધ કરવા રજુઆત કરાઈ હતી. તેમજ હવે આ પથ્થર ઉદ્યોગને ગૃહ ઉદ્યોગમાં સમાવેશ કરતા મજુરોમાં આનંદની લાગણી પ્રસરી છે અને રાજુલામાં નાના મોટી ર૦ થી રપ જેટલી પથ્થરોની ખાણો આવેલી છે. અને તેમાં કામ કરતા હજારો મજુરોના આશીર્વાદ હીરાભાઈ લઈ રહ્યા છે. ૭૦ વર્ષે આજ ખુશી જોવા મળી રહી છે. અંતમાં હીરાભાઈએ કહેલ કે રાજુલા, જાફરાબાદ, ખાંભાની જનતા માટે ચોવીસ કલાક દરવાજા ખુલ્લા છે અને ઈશ્વર જે કાંઈ કરતો હશે તે સૌના ભલા માટે કરતો હશે તેમ અંતમાં જણાવેલ.

Previous articleચંદવંશી બારોટ એજયુ. ટ્રસ્ટ દ્વારા બીજો સ્નેહમિલન સમારોહ યોજાશે
Next articleએસીબીના હાથે ઝડપાયેલા જાળીલા પીએચસીના ડોકટરના સમર્થનમાં ગ્રામજનોએ આવેદન આપ્યું