એસીબીના હાથે ઝડપાયેલા જાળીલા પીએચસીના ડોકટરના સમર્થનમાં ગ્રામજનોએ આવેદન આપ્યું

852

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડો.વિપુલભાઈ દુમાંતર થોડા સમય પહેલા અમદાવાદ ગીતામંદીર બસસ્ટેન્ડ પાસે બે હજારની લાંચ લેતા અમદાવાદ એસીબીના હાથે ઝડપાયા હતા જે અનુસંધાને સમસ્ત જાળીલા ગ્રામજનો  દ્વારા જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકપ્રિય,સેવાભાવી ડો.વિપુલભાઈ દુમાંતરના સમર્થનમાં ગ્રામજનોએ રાણપુર પીએસઆઈ એ.પી.સલૈયાને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. આ અંગે જાળીલા ગામના સરપંચ સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા ડો.વિપુલભાઈ આર દુમાંતર અમારા ગામના તેમજ આજુબાજુના ગામના લોકો તેમજ ગરીબ દર્દીઓની ખુબજ નિષ્ઠા અને પ્રામાણિકતાથી સેવા આપતા હતાં. આ ડો.વિપુલભાઈ અમારા ગામે આશરે ૧૦ વર્ષથી જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવે છે તેઓની વિરૂધ્ધમાં આજદિન સુધી કોઈપણ ગામલોકોએ કે આજુબાજુના ગામલોકો દ્વારા અરજી કે કોઈ ફરીયાદ કરેલ નથી તેઓ હરહંમેશ દર્દીની સેવામાં જાણે ભગવાન દેખાતા હોય તે રીતે તે રીતે સેવા કરે છે ડો.વિપુલભાઈને અમારા ગામમાં ગત તાલુકા કક્ષાનો સ્વતંત્રતા પર્વમાં રાણપુર તાલુકાના આગેવાનો તેમજ સરકારી અધિકારીની હાજરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ બિરદાવવામાં આવ્યા હતાં. ૧૦ વર્ષ પહેલા અમારા દવાખાનામાં કોઈપણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ નહોતી તેમજ સરકારી દવાખાનામાં સારવાર લેવા માટે ભાગ્યે જ કોઈ જતુ હતુ પરંતુ ડો.વિપુલભાઈ આવ્યા બાદ સરકારી દવાખાનામાં મોટા શહેરોમાં મળતી તામામ પ્રકારની સગવડ અત્યારે અમારા દવાખાનામાં છે જ્યારે ડો.વિપુલભાઈ હતા ત્યારે દરોજની ૩૦૦ ઓપીડી આવતી હતી એમના ગયા પછી રોજની ૧૦ જ ઓપીડી આવે છે અગાઉ વિલાસબેન એસ સોલંકી ફરજ માં નિષ્કાળજી દાખવતા હોય ડોક્ટર અવાર નવાર નોટીસ પણ આપેલ ત્યારબાદ વિલાસબેન અમદાવાદ ખાતે બદલી કરાવી જતા રહેલ અને પુર્વ રાગદ્રેષ થી ડો.વિપુલભાઈને ખોટી રીતે ષડયંત્ર રચી ખોટી રીતે એસીબીમાં લાંચના કેસમાં ફસાવેલ છે અમારૂ જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કામગીરી બોટાદ જીલ્લામાં પ્રથમ નંબરની હોય અમારે કોઈપણ ભોગે જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડો.વિપુલભાઈની સેવા ની જરૂર છે ડો.વિપુલભાઈને જાળીલા પીએચસીમાં પરત મુકવા અને તેઓની ઉપર થયેલ ખોટી ફરીયાદનુ નિવારણ લાવવામાં આવે અને ડો.વિપુલભાઈને જાળીલા ખાતે ફરજ પર મુકવામાં નહી આવે તો આગામી દિવસો સમસ્ત જાળીલા ગ્રામજનોને ગાંધીચિંધ્યા રાહે આંદોલન કરવાની ફરજ પડશે.

Previous articleરાજુલાના ખ્યાતનામ પત્થર ઉદ્યોગને ૭૦ વર્ષે અપાયો ગૃહ ઉદ્યોગનો દરજજો
Next articleદેશમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો ખેડુત અને ખેતરો સુધી પહોંચેલા છે