ભાવનગરના જાણીતા મહિલા તબીબના નિવાસે થયેલી ચોકીદારની હત્યા અને સનસનીખેજ લૂંટના ગુનામાં આજે ભાવનગર એલસીબી ટીમે એક સગીર સહિત બે શખ્સોને બે કીલો સોના-ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલ સાથે હીમાલીયા મોલ પાસેથી ઝડપી લીધા હતા. આ બનાવમાં અત્યાર સુધીમાં કુલ ૩ આરોપી ઝડપાયા છે. બનાવ સંદર્ભે એસ.પી.એ. આજે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.
બનાવ સંદર્ભે મળેલી વિગતો મુજબ ગત તા. રર નવેમ્બરના રોજ રાત્રીના સમયે કાળુભા રોડ સ્થિત ડો. માલતીબેનના નિવાસે અજાણ્યા શખ્સોએ ધુસી ચોકીદાર વિનુભાઈની દરોડેથી બાંધી ગળેફાસો આપી હત્યા કરી ઘરમાંથી તિજોરી, કાર સહિત ૬પ લાખથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવી નાસી છુટયાની મૃતકના પુત્ર હીરેન પરમારે નિલમબાગ પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવતા એસ.પી. માલની સુચનાથી અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરેલ જેમાં ફુલસરના ધવલ શંકરભાઈ સોલંકીને ઝડપી લેવાયો હતો તેણે અન્ય પાંચ શખ્સો સામેલ હોવાનું જણાવેલ. તેના ઘરેથી રોકડ રકમ પણ મળી આવી હતી.
દરમ્યાન ભાવનગર એલસીબીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન પાણીની ટાંકીથી જવેર્લ્સ સર્કલ જવાના રસ્તે આ ગુનાના બે આરોપીઓ હીમાલીયા મીલ નજીક મુદ્દામાલની થેલી સાથે ઉભા હોવાની બાતમી મળતા એલસીબી સ્ટાફે ઘટના સ્થળે જઈ બન્ને શખ્સો ફુલસરનો વિપુલ વાસુરભાઈ ભોળ કવા (ઉ.વ.ર૩) તથા ભાંગલીગેટ પાસે રહેતો સગીરવયનો વિપુલ જીણાભાઈ ચોહલા (ઉ.વ.૧૭)ને અટકાવી તલાસી લેતા તેની પાસે રહેલી થેલીમાંથી સોનાની બંગડીઓ, ચેઈન, મંગળસુત્રો, અલગ-અલગ ડિઝાઈનની બુટ્ટીઓ, સોનાની ચીટસનો ભુકો, ચાંદીના સિક્કા મળી આશરે બે કિલો સોના- ચાંદીના દાગીના કિ.રૂા. રપ, ૪૧,૪પ૦ના મુદ્દામાલ ઝડપી પુછપરછ કરતા ડો. માલતીબેનના નિવાસેથી લૂંટ કરેલ મુદ્દામાલ હોવાનું જણાવતા બન્નેને ઝડપી લીધા હતાં. અને ધોરણસરની કાર્યવાહી કરવા નિલમબાગ પો.સ્ટે.માં સોપં દેવામાં આવેલ. આ બનાવ સંદર્ભે એસ.પી. માલે માહિતી આપી હતી.
આ કામગીરીમાં એલસીબીના પી.આઈ. મિશ્રા, પીએસઆઈ એન.જી.જાડેજા, સ્ટાફના વનરાજસિંહ ચુડાસમા, મહિપાલસિંહ ગોહિલ, કિરીટભાઈ પંડયા, દિલુભાઈ આહિર, ભહીપાલસિંહ ચુડાસમા, રાજેન્દ્રસિંહ સરવૈયા, ચંદ્રસિંહ વાળા, વિઠ્ઠલભાઈ બારૈયા, ઈમ્તિયાઝખાન પઠાણ, ચિંતનભાઈ મકવાણા સહિત જોડાયા હતાં.