જો અજહરને લઇને નિર્ણય બદલી શકાય તો મારા માટે કેમ નહિ..?!!ઃ શ્રીસંત

932

પ્રતિબંધિત ક્રિકેટ ખેલાડી એસ શ્રીસંતે શુક્રવારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા સ્પોર્ટ ફિક્સિંગના આરોપમાં તેના પર લગાવામાં આવેલો આજીવન પ્રતિબંધનો નિર્ણયએ બહું કોઠોર નિર્ણય છે. તેનું કહેવું છે,કે તેની પાસે અંગ્રેજી કાઉન્ટીમાં મેચ રમવાનો પ્રસ્તાવ છે. શ્રીસંતનું કહેવું છે, કે અત્યાર સુધી તે ચાર વર્ષથી આ પ્રતિબંધનો સામનો કરી રહ્યો છે. જ્યારે ૨૦૧૩માં સ્પોટ્‌ર્સ ફિક્સિંગના કેસમાં ૨૦૧૫માં દિલ્હીની એક કોર્ટ દ્વારા તેને નિર્દોશ જાહેર કરવામાં આવ્યો છે.

શ્રીસંતે કહ્યું કે જ્યારે ૨૦૦૦માં મેચ ફિક્સિંગના પ્રકરણમાં સામેલ થવાને કારણે આજીવન પ્રતિબંધનો સામનો કરી રહેલા ક્રિકેટરથી રાજનેતા બનેલા મોહમ્મદ અજહરૂદ્દીનના મામલે તેને બદલી શકવામાં આવ્યો છે. તો તેના પર સગાવામાં આવેલો પ્રતિબંધ કેમ ન હટાવી શકાય, આંધ્ર પ્રદેશ ઉચ્ચ ન્યાયાલયે આઠ નવેમ્બર,૨૦૧૨ પોતાના નિર્ણયમાં કહ્યું કે અજરૂદ્દીન પર લાગેલો આજીવન પ્રતિબંધનો આરોપ કાયદાની વિરૂદ્ધ કહીને કહ્યું કે, કાયદાના વિવેચનમાં આ ક્યાંય પણ ટકી શકે તેમ નથી.

Previous articleહા, બોલીવૂડમાં કાસ્ટિંગ કાઉચ થાય છેઃ કરણ જોહર
Next articleકાંગારૂના રક્ષાત્મક વલણને લઇ કરાયેલ સચિનના ટ્‌વીટની લેંગરે કરી આલોચના