જસદણ : ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોનો ખર્ચ જાહેર કરાયો

765

જસદણ પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ કરેલા ખર્ચનો અંક જાહેર કર્યો છે.ભાજપ તરફથી કુવરજી બાવળિયાએ ૧ લાખ ૧૫ હજાર ૨૦૦ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

કોંગ્રેસના અવસર નાકિયાએ રૂપિયા ૧ લાખ ૮ હજાર  રૂપિયાનો ખર્ચ પેટા ચૂંટણીમાં કર્યો છે. ભાજપ પક્ષ દ્વારા કુલ ૬ લાખ ૫૪ હજાર ૧૪૬ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પક્ષ દ્વારા હાલ આ અંગે કોઈ અંક જાહેર નથી કરાયો. મહત્વનું છે કે દર સપ્તાહે ચૂંટણી ખર્ચ જાહેર કરવાનો હોય છે.ચૂંટણી નોડેલ ઓફિસર દ્વારા ખર્ચની વિગતોનું ક્રોસ વેરીફીકેશન કરવામાં આવશે.

ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ ૭ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેચ્યા હતાં. કુલ ૧૫ ઉમેદવારોએ જસદણ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જો કે હવે ૭ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા  ૮ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવશે.

Previous articleવિકાસ ગાંડો થયા બાદ લીક થયો, કોંગ્રેસની સાયબર આર્મીનું નવું કેમ્પેઈન
Next articleરાષ્ટ્રપતિના કેવડિયામાં આગમન પહેલા તૈયારીઓ પૂરજોશમાંઃ૨૨ સમિતિઓની રચના