રાષ્ટ્રપતિના કેવડિયામાં આગમન પહેલા તૈયારીઓ પૂરજોશમાંઃ૨૨ સમિતિઓની રચના

1120

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતને લઈને કમિટીઓ નીમી અધિકારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે. સરદાર વલ્લભભાઇ પટેલની પુણ્યતિથી એ રાષ્ટ્રપતિ ૧૫મી ડિસેમ્બરે પ્રાર્થનાસભા, રેલવે સ્ટેશનના ખાતમુહુર્ત સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે.

૧૫મી ડિસેમ્બરના રોજ સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની પુણ્યતિથીએ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની કેવડીયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતને અનુલક્ષીને કલેકટર આર.એસ.નિનામાના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક મળી હતી.

આયોજન તથા કાર્યક્રમ સરળતાથી અને સુપેરે પાર પડી શકે તે માટે જુદી જુદી ૨૨ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે, જેમાં કાયદો અને વ્યવસ્થા જાળવણી, સભાસ્થળ વ્યવસ્થા સમિતિ, કાર્યક્રમ સ્થળ સંકલન, મંડપ, લોજીસ્ટીક, લાઇટ એન્ડ સાઉન્ડ વ્યવસ્થા, પ્રાર્થનાસભા કાર્યક્રમ, જનમેદની આયોજન, વાહન વ્યવસ્થા, નિમંત્રણ પત્રિકા, આરોગ્ય, સાંસ્કૃતિક કાર્યક્રમ, પાણી, સાફ સફાઇ સેનિટેશન, વીજ પુરવઠા, સંદેશા વ્યવહાર, ફુડ ચેકિંગ, માહિતી અને પ્રસારણ, ક્રુ-મેમ્બર્સ, પાસ વિતરણ, અન્ય આનુષંગિક કામગીરી, રાજ્ય સરકાર અને અન્ય વિભાગો (ગાંધીનગર, દિલ્હી)  સાથે સંકલન કામગીરી અને જિલ્લા કન્ટ્રોલરૂમ સહિતની સમિતિઓ નો સમાવેશ થાય છે.

Previous articleજસદણ : ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોનો ખર્ચ જાહેર કરાયો
Next articleરાજયમાં ઠંડીનું પ્રભુત્વ : ૧૧.૭ ડીગ્રી સાથે કંડલા એરપોર્ટ ઠંડુગાર