ગાંધીનગર અને અમદાવાદ માં શિયાળાએ આખરે પ્રભુત્વ જમાવવાનું શરૃ કરી દીધું છે. ગત રાત્રિએ ૧૩.૭ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. આગામી ચાર દિવસ દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો ૧૩ ડિગ્રીની આસપાસ જ રહી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
ગત રાત્રિએ ૧૧.૭ ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ ઠંડુંગાર બની રહ્યું હતું જ્યારે નલિયામાં ૧૨ ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. કુલ ૭ શહેરમાં ઠંડીનો પારો ૧૪ ડિગ્રીથી ઓછો રહ્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ’ગુજરાતમાં હાલ ઉત્તરપૂર્વથી પૂર્વ દિશાનો પવન છે. આગામી બે-ત્રણ દિવસ દરમિયાન ઠંડીમાં વધારો થવાની સંભાવના ઓછી છે.’ અમદાવાદમાં દિવસનું સરેરાશ મહત્તમ તાપમાન પણ હવે ૩૧ ડિગ્રીથી ઘટીને ૩૦.૯ ડિગ્રી થઇ ગયું છે. આગામી સપ્તાહથી ઠંડીમાં વધારો થાય તેમ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાનું માનવું છે