આગામી ૧૮, ૧૯ અને ૨૦ જાન્યુઆરીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટ સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે સરકાર અને ખુદ ઁસ્ મોદીએ પ્રયત્નો હાથ ધર્યા છે.
સચિવાલયના આધારભૂત સુત્રો જણાવે છે કે સરકારે આ સમિટ દરમિયાન દેશ-વિદેશના મોટા તેમજ નાના ઉદ્યોગપતિઓ પાસેથી ૨૫ લાખ કરોડથી વધુનું રોકાણ થાય તે પ્રકારના ર્સ્ેંં કરવાની તાકીદ કરાઈ છે, જેના માટે ઉચ્ચ અધિકારીઓ પર તેમજ કેટલાક ઉધોગપતિઓ ઉપર પણ વિવિધ પ્રકારના દબાણો કરાયા છે. આ વખતે અમેરિકા અમેરિકા અને બ્રિટન વાયબ્રન્ટના પાર્ટનર કન્ટ્રી તરીકે રહેવાનો ઈનકાર કરી દીધો છે, એટલું જ નહીં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેવાનો પણ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઇનકાર કરી દીધો છે.
૨૦૦૩ના પ્રથમ વાઇબ્રન્ટ સમિટમાં ૮૦ ર્સ્ેંં દ્વારા ૬૬ હજાર કરોડના રોકાણો લાવવાની વાત થઈ હતી. ત્યારબાદ દર બે વર્ષે યોજાતી વાઇબ્રન્ટ સમિટમાં ર્સ્ેંં તેમજ તેના માટે રોકાણોની રકમ વધતી ગઈ હતી.
૨૦૧૫માં ર્સ્ેંંની રકમ ૨૫ લાખ કરોડની હતી પરંતુ ૨૦૧૭ કેટલા લાખ કરોડના ર્સ્ેંં થયા તેની કોઇ જ વિગતો સરકારે જાહેર કરી નહોતી. બીજી બાજુ જાણવા મળે છે કે હાલની સ્થિતિમાં સમગ્ર વિશ્વમાં રાજકીય અસ્થિરતા અને આર્થિક ગામની પરિસ્થિતિ છે. ટ્રેડર ઉપરાંત અમેરિકા અને રશિયા વચ્ચે પણ તણાવ ઉભો થયો છે, આવા સંજોગોમાં વાઇબ્રન્ટ ગુજરાતમાં દેશ અને દુનિયાના ટોચના ઉદ્યોગપતિઓ બહુ મોટી રકમના ર્સ્ેંં કરે એવી શક્યતા ઓછી છે જેને લઇને સરકારે ૈંછજી અધિકારીઓને ખાનગી મિટિંગમાં સુચના આપી છે કે આ વાયબ્રન્ટમાં ૨૫ લાખ કરોડથી વધુ થાય તે પ્રકારની કામગીરી તમારે કરવાની છે.