સર્વશિક્ષા અભિયાન અંતર્ગત ચાર થી ૧૮ સુધીની ઉંમર ધરાવતા બાળકો કે જેમાં બાળકો કદીએ શાળાએ ન ગયા હોય, અધવચ્ચે અભ્યાસ છોડી દીધેલો હોય તેમજ દિવ્યાંગ તા ના લીધે શાળામાં ન ગયા હોય આવા બાળકોની ઓળખ કરી ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ મળી રહે તે અંગે સર્વે કરવાનું હોઈ માણસા તાલુકા ના સર્વે માટે બી.આર.સી ભવન ખાતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમો બીઆરસી કો ઓર્ડીનેટર સતિષભાઈ પરમાર દ્વારા તાલુકાના તમામ સી.આર.સી અને બીઆરસી પ્રોજેક્ટ ના સ્ટાફ અને તમામ શાળાના આચાર્ય હાજર હોય તેઓને આ અંગે માહિતી પૂરી પાડી હતી અને આવા જે કોઈ બાળકો મળી આવે તેમને સરકારી શાળા, બી.આર.સી.ભવન કે જીલ્લા પ્રોજેક્ટ કચેરીએ જાણ કરવા માટે જણાવવામાં આવ્યું હતું