ભારતના બધારણના ઘડવૈયા મહામાનવ ર્ડા.બાબા સાહેબ આંબેડકરના ૬ ડિસેમ્બરે પરિનિર્વાણ દિને બાબા સાહેબ આંબેડકર ગૌરવ સમિતિ કલોલ દ્વારા શ્રધ્ધાજંલી રૂપે બૌધ્ધ વંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સમિતિના પ્રમુખ વિનોદભાઇ આનંદ, મહામંત્રી મહેન્દ્રભાઇ આર્ય તેમજ સમાજના આગેવાનો અને ગાયત્રી પ્રાથમિક શાળાના બાળકો સહિત સ્ટાફે હાજર રહી બાબા સાહેબને પુષ્પાજંલી અર્પણ કરી બૌધ્ધ વંદના કરવામાં આવી હતી.