કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના એફ.એસ.એસ.એ.આઇ દ્વારા સમગ્ર ભારતમાં ખોરાક અંગેની જનજાગૃતિ માટે આયોજીત સ્વસ્થ ભારત યાત્રા- સાયકલ યાત્રા આજે ગાંધીનગર થી મહેસાણા જવા સવારના ૮.૦૦ કલાકે પ્રસ્થાન કર્યું હતું.
આ સાયકલ યાત્રાનું પ્રસ્થાન ગાંધીનગર જિલ્લાના નિવાસી અધિક કલેકટર એચ.એમ. જાડેજા, નાયબ મ્યુનિસિપલ કમિશનર જે.બી.બારૈયાઅને ફૂડ એન્ડ સેફટી અધિકારી સી.એસ. ગોહિલ કરાવ્યું હતું.
સાયકલ યાત્રામાં ગાંધીનગર થી મહેસાણા સુધી ગાંધીનગરના ૨૫ જેટલા યુવકો પણ જોડાયા હતા.