મહાનગરપાલિકા દ્વારા ભીના કચરાની પ્રોસેસ માટે છ નવા  મશીન ખરીદાશે

857

મહાપાલિકાએ કચરાના નિકાલના વ્યવસ્થાપન સંબંધમાં પણ ર્માકિંગ કરશે. ત્યારે મહાપાલિકાએ સમગ્ર વિસ્તારમાં રોજ ઉત્પન્ન થતા ૩૦ ટન ભીના કચરાને પ્રોસેસ કરવા સેગ્રીગેશન મશીન એક કરોડના ખર્ચે વસાવવાનો નિર્ણય કર્યો છે. આ પ્રક્રિયા શરૂ કરીને મહાપાલિકાએ કચરાનું કુલ ૬૦ ટકા જેટલુ પ્રોસેસિંગ થાય છે. તેને ૧૦૦ ટકા સુધી પહોંચડવા માટેની કવાયત શરૂ કરશે.

તમામ પ્રોસેસના અંતે વધતો કચરો કે જેને ઇનર્ટ કહે છે, તેના આખરી નિકાલ માટે ડમ્પિંગ સાઇટ અનિવાર્ય છે અને મહાપાલિકા પાસે કચરાના આખરી નિકાલ માટે કોઇ જ સાયન્ટિફીક લેન્ડ ફીલ સાઇટ નથી. દરરોજ નીકળતા ૭૦ ટનમાંથી ભીના કચરાના નિકાલ માટે સેક્ટર ૨૧ અને સેક્ટર ૨૪માં વર્મી કમ્પોસ્ટ સાઇટ ચલાવાય છે.

ઉત્પન્ન થતા અળસિયાના ખાતરનો ઉપયોગ બગીચાઓમાં જ કરવો પડે છે, કેમ કે ખેડૂતો કે ખાનગી નર્સરીઓ તે ખરીદવામાં રસ દાખવતા નથી. હવે જે મશીનરી ખરીદાશે તેમાં અડધો ટન કચરો પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવતા ૫ મશીન અને ૧ ટનની ક્ષમતા ધરાવતા ૧ મશીન હશે. તેનાથી દરરોજ ૭ ટન કચરાનું પ્રોસેસિંગ શક્ય બનશે.

સૂકો અને ભીનો કચરો અલગ કરવા માટે વસાહતીઓને ૧ વર્ષથી લીલા અને ભૂરા ડસ્ટબિન અપાયા છે. પરંતુ રહેવાસીઓ એક જ બિનમાં બધો કચરો નાખે છે. ત્યારે આગામી ૧૦મી ડિસેમ્બરથી રહેવાસીઓ બન્ને કચરા અલગ રાખે તેના માટે કચરા ગાડી પર સ્પિકર મુકીને અપીલ કરવામાં આવી રહી છે. હોટેલ, હોસ્ટેલ, ભોજનાલય, મંદિર સહિતના સ્થળ કે જ્યાં ૫૦થી ૧૦૦ કિલો ખાદ્ય કચરો ઉત્પન્ન થતો હોય તેવી સંસ્થા અને એકમો માટે કચરાને પ્રોસેસ કરવા માટેના સેગ્રીગેશન મશીન રાખવાનું સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ૨૦૧૬ અંતર્ગત ફરજિયાત કરાયા હોવાનું અધિકારી સુત્રોએ જણાવ્યુ હતુ.

મહાપાલિકા પાસે કચરાના આખરી નિકાલની સાયન્ટિફીક લેન્ડ ફીલ સાઇટ માટે નવી જગ્યા શોધે છે, તેમ ડીએમસી જે બી બારૈયાએ જણાવ્યુ હતુ. નોંધવું રહેશે કે પેથાપુરમાં ૫૦ એકર જમીન મળ્યા પછી લોક વિરોધના પગલે સરકારના મંત્રીઓએ ચૂંટણીના સમયે સાઇટ નહીં ખોલવા વચન આપી દીધુ હતુ. તેથી આ મામલે હવે આગળ શું થાય છે તે જોવાનું રહેશે.

જાહેરમાં કચરો બાળવા સામે કોર્ટનો પણ મનાઈ હુકમ છે અને ગાંધીનગર કોર્પોરેશન દ્વારા પણ જાહેરનામું બહાર પાડીને તેના પર પ્રતિબંધ મુકાયો છે. ત્યારે કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ દ્વારા રોડની બાજુમાં પડેલાં કચરો એકઠો કરીને ત્યાં જ બાળી દેવાય રહ્યો છે. આ તસવીર સેક્ટર-૧૧માં રામકથા મેદાનથી ઉદ્યોગભવન તરફ જતા રસ્તોના છે. જ્યાં વનરાજીને નુકસાન થાય અને પ્રદુષણમાં વધારો થાય તે રીતે કચરો સળગાવાઈ રહ્યો છે.

Previous articleગાંધીનગર આવેલી સાયકલ યાત્રાએ આજે મહેસાણા જવા પ્રસ્થાન કર્યું
Next articleઇડી રેડઃ વાડ્રા બાદ કોંગી નેતા જગદીશ શર્માના ઘરે દરોડા