ગુજરાતની પ્રજા રાહુલ ગાંધીને નિપૂર્ણ નેતા તરીકે જોવા લાગી : માધવસિંહ સોલંકી

1134
gandhi26112017-1.jpg

ગુજરાત પ્રવાસના બીજા દિવસે રાહુલ ગાંધીએ અમદાવાદથી ઉત્તર ગુજરાત પ્રયાણ કર્યું હતું. ઈર્શાદ બેગ મિર્ઝાના પરિવાર અને પુત્રના નિધન પર મધુસુદન મિસ્ત્રીને સાંત્વના આપવા પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ ત્યાંથી પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન રાહુલને તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજા તમને હવે એક ઘડાયેલા અને નિપૂર્ણ રાજકારણીના રૂપમાં જોવા લાગી છે.
પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહે રાહુલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ગુજરાતના લોકોને લાગવા લાગ્યું છે કે હવે તમે સંપૂર્ણપણે બદલાઈ ગયા છો. હવે તમને એક ઘડાયેલા અને નિપૂર્ણ રાજકારણી તરીકે ગુજરાતની પ્રજા જોવા લાગી છે.
પ્રખર કોંગ્રેસી નેતાએ રાહુલને કહ્યું હતું કે, તમે નવ કે દસ વર્ષના હતા ત્યારે યુએનની સભા સંબોધિત કરવા માટે જતો હતો. તે દરમિયાન હું સ્પેનના વડાપ્રધાનને મળ્યો હતો. સ્પેનના વડાપ્રધાન રાજીવજીના બહુ સારા મિત્ર હતા. તેમણે તમને બંને ભાઈબહેનને ભણવા માટે સ્પેન મોકલવા તમારા માતા સોનિયાજી સાથે વાત કરવા કહી હતી. પરંતુ તેમણે કહ્યું હતું કે હું સ્પેનના વડાપ્રધાનની આભારી છું પરંતુ હાલ આવશ્યકતા નથી.

Previous articleરાહુલ ગાંધી ગાંધીનગરમાં મધુસુધન મિસ્ત્રીને ત્યાં સાંત્વના પાઠવવા પહોચ્યા
Next articleરાહુલ ગાંધી ગુજરાતના યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે : ભાજપ