JKમાં બસ ખીણમાં ખાબકી, ૧૩ના મોત

695

જમ્મુ કાશ્મીરના પુછ જિલ્લાના મંડી તાલુકામાં આજે યાત્રી બસ ઉંડી ખીણમાં ગબડી પડતા ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત થયા હતા. સાથે સાથે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. દુર્ઘટનાની જાણ થયા બાદ બચાવ અને રાહત  કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. એમ કહેવામાં આવ્યુ છે કે બસ શનિવારના દિવસે લોરેન તરફ જઇ રહી હતી. આ ગાળા દરમિયાન બસ મંડી તાલુકાના પ્લેરા  વિસ્તારમાં પહોંચી ત્યારે ડ્રાઇવરે કાબુ ગુમાવી દીધો હતો. જેથી બસ માર્ગની બહાર થઇ ગઇ હતી અને ઉંડી ખીણમાં ખાબકી ગઇ હતી. બનાવમાં ૧૧ લોકોના મોત તો ઘટનાસ્થળે જ થઇ ગયા હતા. બસમાં કેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા તે સંબંધમાં માહિતી મળી શકી નથી. બીજી બાજુ મૃત્યુ પામેલા લોકોની ઓળખ પણ હજુ સુધી થઇ શકી નથી. હાલના સમયમાં જમ્મુ કાશ્મીરમાં કેટલાક માર્ગ અકસ્માતો થયા છે. જે પૈકી મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે.

ઘાયલ થયેલા લોકોની સંખ્યા ૧૯ જણાવવામાં આવી છે. ઘાયલ થયેલા મોટા ભાગના લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી છે. જેથી મોતનો આંકડો વધવાની દહેશત પ્રવર્તી રહી છે. બચાવ કામગીરી ચાલી રહી છે. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા લોકોને તમામ જરૂરી સારવાર આપવામાં આવી છે.

Previous articleમધ્યપ્રદેશમાં ચોથી વખત ભાજપ સરકાર બનશે : શિવરાજનો દાવો
Next articleમેક્સિકોની સુંદરીને મિસ વર્લ્ડનો તાજ