મેક્સિકોની સુંદરીને મિસ વર્લ્ડનો તાજ

689

ચીનના સાન્યામાં ચાલી રહેલી મિસ વર્લ્ડ-૨૦૧૮ સ્પર્ધાની આજે પૂર્ણાહુતિ થઈ હતી. મિસ વર્લ્ડનો તાજ આ વખતે મેક્સિકોની સુંદરી વેનીસા પોન્સ ડે લિયોને જીતી લીધો હતો. મિસ વર્લ્ડ ૨૦૧૭માં માનસુ છિલ્લરે આ તાજ જીતીને ભારતનું નામ રોશન કર્યું હતું.  પોતાનો તાજ સોંપતા ભારતીય સુંદરીએ પોતાની યાત્રાને પણ યાદ કરી હતી. ચીનના સાન્યામાં આયોજિત કાર્યક્રમમાં આની જાહેરાત કરવામાં આવી હતી. ભારત તરફથી તમિલનાડુની અનુકૃતિ વાસ જોડાઈ હતી. અનુકૃતિ ટોપ-૩૦માં સ્થાન મેળવી ગઈ હતી પરંતુ ત્યારબાદ તે ટોપ-૧૨માં સ્થાન મેળવી શકી ન હતી.

Previous articleJKમાં બસ ખીણમાં ખાબકી, ૧૩ના મોત
Next articleમહુવા ખાતે વીજ કરંટ લાગતા પેલીકન પક્ષની થયેલુ મોત