ભાવનગર જીલ્લાના મહુવા તાલુકામાં બંદર રોડ પર બંધારાના પાળા પર વિશાળ કાય યાયાવર પક્ષી પેલીકન (ગુજરાતમાં એને પણ કહેવામાં આવે છે) મરી ગયેલ હાલતમાં મળી આવ્યું હતું. જેની જાણ વનવિભાગને કરવામાં આવી હતી. ત્યાર બાદ વનવિભાગના જણાવાયા પ્રમાણે આ પેલિકન પક્ષીનું મોત ઈલેક્ટ્રિક કરંટના લીધે થયું હોવાનું જાણવા મળેલ.
મહુવામાં છેલ્લા ર૦ દિવસમાં ૪ મહાકાય પક્ષીના મોતના હજુ થોડા દિવસ પહેલા જ ૩ ગીધના મોત ઈલેક્ટ્રિક કરંટમાં થયા હતા તે વાત હજુ ભુલાણી નથી ત્યાં ફરી એકવાર માલણ બંધારા પરથી પસાર થતી વીજ લાઈનમાં એક પેલીકન પક્ષીનું મોત નિપજયું હતું.
વારમવાર પક્ષીના મૃત્યુ થવા છતાં મહુવા વન વિભાગને પેટમાં પાણી હલતું નથી. એમ લાગી રહ્યું છે ગાીધના મૃત્યુ પછી પણ હજી પીજીવીસીએલનુે વાયર પ્લાસ્ટિક કોટેડ કરવા માટેની નોટિસ કેમ આપવામાં આવી નથી ? અને પીજીવીસીએલને પણ અગાઉ વીજ લાઈન કોટેડ કરવા માટે વન વિભાગ ઉચ્ચ અધિકારી દ્વારા કહેવામાં આવેલ તો તેમ છતાં કેમ પ્લાસ્ટિક કોટેડ કરવામાં આવતી નથી ?
આ પેલિકન પક્ષી શિયાળામાં હજારો કિલોમીટરનું અંતર કાપી મહુવાના મહેમાન બને છે અને મહુવાના બંધારની શોભા વધારે છે તો આવા મહેમાનનું સ્વાગત આવી રીતે થાય એ શરમજનક કહેવાય. આ ઉપરાંત માલણ બંધારામાં ર૦૦ કરતા વધારે પક્ષીની પ્રજાતિ જોવા મળે છે. જે ખુબ સરાહનિય છે પણ આવી જ રીતે વીજ કરંટમાં પક્ષીના મોતની ઘટના બનતી રહેશે તો પક્ષીઓ માટે કાયમી ધોરણે મુશ્કેલી થતી રહેશે.