આજરોજ એસઓજીના ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સ. એ.વી.પટેલ તથા ટીમ એસઓજીએ રાજુલા તવક્કલનગરમાં જાહેરમાં જુગાર રમતાં ચાર ઈસમો રહીમભાઈ મહમદભાઈ માણેક, ઉમર ઉર્ફે રાણો અલીભાઈ પઠાણ, સાલમભાઈ નસીબભાઈ કુરેશી, મહેબુબખાન નીજામખાન પઠાણને ઝડપી લીધેલ. જુગારની રેઈડ દરમ્યાન ફીરોજભાઈ હસામભાઈ તથા મુસાભાઈ મુબારકભાઈ નાસી ગયેલ. ઉપરોકત ચારેય આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂા. ૧પ૩૬૦/- તથા ગંજીપત્તાના પાના સાથે રેઈડ દરમ્યાન પકડાઈ ગયેલ હોય તેઓની સામે તેમજ નાશી ગયેલ ઈસમોની સામે ધોરણસર ફરિયાદ આપી રાજુલા પોલીસ સ્ટેશન ખાતે વધુ તપાસ અર્થે સોંપી આપવામાં આવેલ છે.