રાજુલાના ચાંચ ગામે વહેલી સવારે દિપડાનું બચ્ચુ ઘરમાં ધુસી ગયું

1072

આજ રોજ રાજુલા વન-વિભાગની ઘોર બેદરકારી સામે આવી આજે વહેલી  સવારે ૯ઃ૦૦ વાગ્યામાં રાજુલા તાલુકાના ચાંચબંદર ગામે રહેતાં શિયાળ વિષ્ણુભાઇ બાવભાઇના રહેણાંકના મકાનની અંદર એક દોઢેક વષૅના દિપડાનું બચ્ચું પોતાનો  જીવ બચાવવા ઘુસયુ.

આજ રોજ વહેલી સવારે એક દિપડાનું બચ્ચું તેની માંથી વિખુટુ પડી જતા તેમની પાછળ કુતરાઓનુ ટોળુ દોડતા તે બચ્ચાએ વાડી વિસ્તારોમાંથી ભાગી ને જયાં માનવીનો વસવાટ છે ત્યાં જઇને બચ્ચાએ વિષ્ણુભાઇની  દુકાનનો સહારો લીધેલ ત્યાં ઘરે તેમજ દુકાને એક વૂધ્ધ માજી હતા માજીએ દિપડાના બચ્ચા  ને પોતાના ઘરમા ઘુસતા જોયેલ અને માજીએ સમય સુચકતા વાપરીને ઘરનો દરવાજો બંઘ કરીને આજુબાજુમાં આ બચ્ચાં બાબતે જાણ કરેલ જો માજી એ આ બાબતે ગંભીરતા ન લીધી હોત તો કદાચ આજે તે દિપડાના બચ્ચાં એ ચાંચ ગામના અનેક લોકોને વીખ્યા હોત. તેવુ ચાંચ ગ્રામજનોનુ કહેવુ છે આ બચ્ચુ ચાંચ ગામે કોઈકના ઘરમા ઘુચ્યુ છે તેવા સમાચાર રાજુલા વન-વિભાગ ને જાણ થતા રાજુલા વન વિભાગે આળસ ખંખેરીને મોડે મોડે ચાંચ ગામે જઈને દિપડાના બચ્ચાને પાંજરે પુરેલ. આ બાબતે ચાંચ ગ્રામજનોએ અવાર નવાર ચાંચ ગામમાં ચાર થી પાચ દિપડા ચાંચ ગામમાં વસવાટ કરે છે તેવી રજુઆત પણ કરેલ છે પણ રાજુલા વન-વિભાગના કમૅચારીઓ આ રજુઆતને ઘોળીને પીય જાય છે અને કદાચ રાજુલા વન-વિભાગ કોઇ મોટી જાન-હાની થવાની રાહ જોતુ હોય તો નવાઇ નહી કે કયારે કોઇ વન્યપ્રાણી દ્રારા કોઈ માનવીનો ભોગ લેવાઈ એ પહેલા વન વિભાગ પોતાની આળસ નહી ખંખેરે તેવુ ચાંચ ગામના ગ્રામજનોના લોક મુખે થી ચચૉ થતી હતી.

Previous articleરાજુલાના તવક્કલનગરમાં જુગાર રમતા ૪ ઝડપાયા
Next articleપ્રમુખ સ્વામી તસવીર સ્મરણ