એસઓજી સ્ટાફના પોલીસ કોન્સ. નિતીનભાઈ ખટાણા તથા પોલીસ હેડ કોન્સ. હરેશભાઈ ઉલવાને મળેલ બાતમી આધારે બીજા એડી. ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ મહેસાણાની કોર્ટના ક્રિ. કેસ. નેગો ઈન્સ્ટ્રીમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબના કામે સજા પામેલ નાસતો ફરતો આરોપી પ્રતિકભાઈ ભાવસંગભાઈ હડીયલ (ઉ.વ.ર૯) રહેવાસી મુળ પ્લોટ નં. પ, પંચવટી સોસાયટી, કોઝ-વે રોડ, કતારગામ, સુરત હાલ-લાખણકા ગામ, ઈશ્વરભાઈ વેગડના મકાનમાં તા. વલભીપુર વાળાને કાળાનાળા ચોકમાંથી ઝડપી પાડી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વલભીપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.