ખેલ મહાકુંભ-ર૦૧૮ અંતર્ગત રાજયકક્ષાની યોગાસન સ્પર્ધા અંતર્ગત આજે ઓપન એઈઝ મહિલાઓ માટેની યોગ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં રાજયભરના ર૧ જિલ્લાના ૭પ બહેનોએ તેમજ ૧૩ શિક્ષક બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ઓપન એઈઝ વ્યક્તિગત, રિધેમિક, આર્ટીસ્ટીક ટ્રેડીશ્નલ, બેસ્ટ ઓફ ધ બેસ્ટ સહિત સ્પર્ધા યોજાયેલ જેના વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતાં.