મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી આજના યુવાધનને સ્નાતક, અનુસ્નાતક અભ્યાસક્રમોની ડીગ્રી આપ્યા બાદ તેમને સ્થાનિક કક્ષાએ જ રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુ સાથે મેગા જોબ ફેર યોજી રહી છે. આગામી તા. ર૦ ડિસેમ્બરના રોજ ભાવનગર યુનિવર્સિટીના યજમાન પદે યુનિ.ના ઈતિહાસમાં સૌપ્રથમ વખત આ પ્રકારનું વિશિષ્ટ આયોજન કરાયું છે.
આ અંગે માહિતી આપતાં યુનિવર્સિટીના પ્લેસમેન્ટ સેલના વડા પ્રા. સુનિલ ત્રિવેદીએ પત્રકાર પરીષદમાં યુનિ.ના પ્લેસમેન્ટ સેલ યુનિ.ના ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટર લિંકેજ સેલના સહયોગથી આ જોબ ફેર યોજી રહી છે. તેમ જણાવ્યું હતું.
જયારે મ.કૃ.ભાવ. યુનિ.ના કાર્યકારી કુલપતિ ડો. ગીરીશભાઈ પટેલે આ મેગા જોબફેર અંગે વિશેષ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, યુનિવર્સિટી આજના યુવાધનને સ્નાતક અનુસ્નાતક અભ્યાસક્રમોની ડિગ્રી આપયા બાદ રોજગારી બક્ષવાની દિશામાં એક ડગલું આગળ વધી રહી છે. જેની ફળશ્રૃતિ સ્વરૂપે મેગા જોબફેર યોજાઈ રહ્યો છે. આગામી તા. ર૦ ડિસેમ્બર, ર૦૧૮ના રોજ યુનિ.ના એકસ્ટર્નલ બિલ્ડીંગ નવા કેમ્પસ ખાતે સવારે ૯ કલાકથી મેગા જોબ ફેર-ર૦૧૮નો ભવ્ય પ્રારંભ થશે.
ડો. ગીરીશભાઈ પટેલે તેમના અનુભવો ટાંકતા ઉમેર્યુ હતું કે, એક તરફ ડિગ્રી મળ્યા બાદ ડિગ્રી ધારકો રોજગારી શોધી રહ્યા છે. બીજી તરફ ભાવનગર શહેર અને જીલ્લામાં આવેલા નાના, મોટા અને મધ્યમ કદના ઉદ્યોગગ્રહો, શૈક્ષણિક સંસ્થાઓ, બેન્કીંગ અને સર્વિસ સેકટરો તથા નાના-મોટા વેપારીગૃહોને મેનપાવર મળતો નથી. ત્યારે, યુનિવર્સિટી નિર્માણના ચાર આધારસ્તંભ પૈકીના એક એવા રોજગારી બક્ષવાની પ્રક્રિયાને અમારૂ ઉત્તરદાયિત્વ સમજી આ મેગા જોબ ફેરનું આયોજન કરાયું છે. આ જોબ ફેરમાં મ.કૃ.ભાવ.યુનિ. નોકરીદાતા અને રોજગાર વાંચ્છુઓને જોડવાનો સેતુ બનશે.
યુનિ.ના ઈતિહાસમાં સૌપ્રથમ વખત મ.કૃ.ભાવ. યુનિ. સ્વતંત્ર રીતે પોતાના આંગણે રોજગાર ભરતી મેળો યોજવા જઈ રહી છે. જેનો મુખ્ય હેતુ યુનિ.ના યુવાધનને ઘરઆંગણે નોકરી, રોજગારી મળે તેવો છે. તેમણે મેગા જોબ ફેર-ર૦૧૮ અંગે આંડાકીય માહિતી આપતા જણાવ્યું કે, યુનિ.ના યજમાન પદે યોજાઈ રહેલ આ રોજગાર ભરીમ ેળામાં મ.કૃ.ભાવ. યુનિ.માં અભ્યાસ કરતા સ્નાતક અને અનુસ્નાતક ડિગ્રી ધરાવતા ૧૩ર૦થી વધુ રોજગાર વાંચ્છુઓ ઓનલાઈન રજિસ્ટર્ડ થયા છે તો સામાપક્ષે ભાવનગર શહેર- જીલ્લામાં આવેલા નાના – મધ્યમ મોટા ઉદ્યોગગૃહો, બેન્કીંગ, ઈન્સ્યોરન્સ, મ્યુ.ફંડ સહિતના સર્વિસ સેન્ટર ઈત્યાદીમાંથી ૯૦૦થી વધુ ખાલી જગ્યાઓ પર લાયક ઉમેદવારોને પસંદ કરવાની નોકરીદાતાઓએ તૈયારી દર્શાવી છે.
તેમણે ઉમેર્યુ કે, આ જોબ ફેર અને બન્ને પક્ષના ઓાલનઈાન રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ ૮ ડિસેમ્બર રખાઈ હતી પરંતુ બન્ને પક્ષ તરફથી આવેલી રજુઆતને ધ્યાને લેતા રોજગાર વાંચ્છુઓ અને નોકરીદાતા બન્ને માટે મેગા જોબફેરમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાની મુદત પાંચ દિવસ લંબાવવામાં આવીછે. આગામી તા. ૧૩ ડિસેમ્બરને ગુરૂવારે સાંજના પાંચ કલાક સુધી રોજગાર વાંચ્છુઓ તથા નોકરીદાતા મ.કૃ.ભાવ. યુનિ.ની વેબસાઈટ ુુુ.દ્બાહ્વરટ્ઠદૃેહૈ.ીઙ્ઘે.ૈહ. પર આપેલી જોબ ફેરની લિંકમાં જઈ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. માત્ર ડિગ્રીધારકો જ નહીં, સ્નાતક, અનુસ્નાતક કક્ષાએ અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વીદ્યાર્થીઓ પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી જોબ ફેરમાં પોતાની ઉમેદવારી નોંધાવી શકશે.