હું અને અનુપ પ્રેમી-પ્રેમિકા નથી, જે કહ્યુ તે ખોટુ હતુ’ઃ જસલીન મથારુ

1440

જસલીન મથારુએ જે દિવસથી બિગ બોસ ૧૨માં એન્ટ્રી લીધી છે. તે દિવસથી તે ચર્ચામાં છે. જસલીન અને અનૂપ જલોટાની આ રિલેશનશિપ એટલી ગજબની છે કે જસલીન ૨૮ વર્ષની છે અને અનૂપ ૬૫ વર્ષના છે. પરંતુ જસલીન બિગ બોસથી બહાર થઇ ગઇ છે. જોકે સુત્રો અનુસાર એક વાતચીતમાં અનૂપથી પોતાની રિલેશનશિપને લઇને જસલીને કેટલાક રાજ અંગે ખુલાસો કર્યો છે.

જસલીને કહ્યું, જે રીતે આ શોનું ફોર્મેટ જોડીને લઇને હતું. મે અનૂપજીને કહ્યું તે મારી સાથે આ શો પર આવે. પરંતુ જ્યારે સલમાન ખાને અમને ગુરુ શિષ્ય જોડી તરીકે દરેક લોકોથી પરિચિત કરાવ્યા ત્યારે મેં એક પ્રેંક તરીકે લોકોને કહ્યું કે અમે ત્રણ વર્ષથી એક સાથે હતા. આ વાત સાંભળીને અનૂપજીએ કઇ કહ્યું નહિ અને તે આ પ્રેંકમાં સામેલ થઇ ગયા. પરંતુ તેમને મને ઘણી વખત જણાવ્યું કે આ દરેક વાત ખોટી છે. પરંતુ અમે આ વાત આગળ વધવા દીધી.

જસલીને વધુમાં કહ્યું, પરંતુ જ્યારે હું શોમાંથી બહાર આવી ત્યારે મેં જોયું તો ચોંકી ગઇ કે મારા અને અનૂપજીનો સંબંધ એક મજાક હતો તે દેશનો સૌથી ચર્ચિત મુદ્દો બની ગયો હતો. જે એક મોટી વાત છે.

Previous articleહું અપસેટ હોઉં તો પહેલી ખબર સલમાનને પડે : કેટરીના
Next articleફિલ્મ સેક્રેડ ગેમ્સ-૨માં હર્ષિતા ગૌર ચમકશે…!!