એડિલેડ ક્રિકેટ ટેસ્ટ જીતવા ભારત તક : છ વિકેટ જરૂરી

950

એડિલેડ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયા ઉપર મજબૂત પકડ જમાવી દીધી છે. બીજી ઇનિંગ્સમાં ૩૨૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે આજે રમત બંધ રહી ત્યારે ચાર વિકેટે ૧૦૪ રન કર્યા હતા. તેને હજુ પણ ૨૧૯ રનની જરૂર છે અને તેની છ વિકેટ હાથમાં છે. આવતીકાલે પાંચમાં અને છેલ્લા દિવસે ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ મેચ બચાવવા માટે જોરદાર સંઘર્ષ કરવાની ફરજ પડી શકે છે. યજમાન ઓસ્ટ્રેલિયા તેના પ્રથમ દાવમાં માત્ર ૨૩૫ રન કરીને આઉટ થઇ ગયુ હતુ. આની સાથે જ ભારતને પ્રથમ ઇનિગ્સના આધાર પર ૧૫ રનની નજીવી લીડ મળી હતી. ત્યારબાદ પણ ભારતીય ટીમે મજબુત બેટિંગની શરૂઆત કરી હતી. ગઇકાલે ત્રીજા દિવસે રમત બંધ રહી ત્યારે ભારતે તેના બીજા દાવમાં ત્રણ વિકેટ ગુમાવીને ૧૫૧ રન કર્યા હતા. રમત બંધ રહી ત્યારે ચેતેશ્વર પૂજારા ૪૦ અને રહાણે એક રન સાથે રમતમાં હતા. આજે ગઇકાલના સ્કોરથી આગળ રમતા ભારતીય ટીમ તેના બીજા દાવમાં ૩૦૭ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી. ભારત તરફથી ફરી એકવાર ચેતેશ્વર પુજારાએ સૌથી વધુ ૭૧ રન કર્યા હતા. જ્યારે રહાણેએ ૭૦ રન કર્યા હતા. ૧૪૭ રને ત્રીજી વિકેટ પડ્યા બાદ રહાણે અને પુજારાની જોડી જામી હતી અને આ બંને સ્કોરને ૨૩૪ રન સુધી લઇ ગયા હતા. રોહિત શર્મા ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો અને એક રન કરી શક્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી લિયોને ૧૨૨ રન આપીને છ વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમ ૩૦૭ રને ઓલઆઉટ થયા બાદ આ ટેસ્ટ મેચ જીતવા માટે ઓસ્ટ્રેલિયા સામે ૩૨૪ રનનો લક્ષ્યાંક આવ્યો હતો.  બીજા દિવસે સાત વિકેટે ૧૯૧ રનથી આગળ રમતા ઓસ્ટ્રેલિયાની ટીમ વધારે સમય સુધી મેદાનમાં ટકી શકી ન હતી. ત્રીજા દિવસે વધુ ૪૩ રન ઉમેર્યા હતા. ત્રીજા દિવસે ભારત તરફથી મોહમ્મદ સમીએ બે અને બુમરાહે એક વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ ભારતીય બોલિંગ સામે ટકી શક્યા ન હતા અને એક પછી એક વિકેટો ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એકમાત્ર હેડ મેદાનમાં ટકી શક્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમને તેની જમીન પર હરાવવા માટેની બાબત તો સારી સારી ટીમો પણ  સરળ રહી નથી. આંકડાની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૦૦ બાદથી  ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરનાર ટીમોની હાલત કફોડી રહી છે. ભારતની વાત કરવામાં આવે તો ભારતે વર્ષ ૨૦૦૦ બાદથી ૧૭ ટેસ્ટ મેચ રમી છે. જે પૈકી ભારતને માત્ર બે ટેસ્ટ મેચ જીતવામાં સફળતા મળી છે. જ્યારે તેની ૧૦ ટેસ્ટમાં હાર થઇ છે. પાંચ ટેસ્ટ ડ્રો રહી છે. વર્ષ ૨૦૧૪-૧૫થી હજુ સુધી ભારતે ૪૬ પૈકી ૨૬ ટેસ્ટ મેચો જીતી છે. આ ગાળા દરમિયાન ભારતીય ટીમ ટેસ્ટમાં પહેલા નંબર પર પહોંચી ગઇ છે. સ્થાનિક મેદાનમા શાનદાર દેખાવની સાથે સાથે ભારતે કેટલાક નવા રેકોર્ડ સર્જી દીધી છે. છેલ્લા ૧૫ ટેસ્ટ મેચો પૈકી ભારતે ૧૧ ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરી છે. ટેસ્ટ શ્રેણી આ વખતે પણ ભારત માટે પડકારરુપ છે.

Previous articleએડિલેડ ટેસ્ટઃ સ્ટેડિયમમાં વિરાટનો હુરિયો બોલાતા પોન્ટિંગ અકળાયો
Next articleપુરાવો શોધવા આરોપી યશપાલને લઈને પોલીસ દિલ્હી જવા રવાના