દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમ માડમની દીકરી શિવાનીનું સિંગાપોરમાં મોત નિપજતાં, પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. ઉલ્લેખનિય છે કે શિવાની દિવાળી દરમિયાન દિલ્હી ખાતે ફટાકડા ફોડતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેને તાબડતોબ મુંબઈથી સિંગાપોર લઈ જવામાં આવી હતી. જ્યારે ઘટનાની જાણ થતાં સાંસદ પૂનમ માડમ સહિત પરિવારજનો સિંગાપોર દોડી ગયા હતા. શિવાનીનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જો કે સાંસદના જામનગરના સત્તાવાર કાર્યાલય ખાતે શિવાની ગીઝર ચાલુ કરતાં, તેમાંથી નિકળેલા ગેસને કારણે દાઝી ગઈ હતી. જ્યારે મળતાં સમાચારો પ્રમાણે તે ફટાકડા ફોડતા દાઝી ગઈ હતી.
શિવાનીના મૃતદેહને હવાઇમાર્ગે સિંગાપોરથી દિલ્હી લાવવામાં આવશે. ત્યાંથી પછી ગુજરાતમાં માદરે વતન જામનગર ખાતે લઈ જવાશે, તેવી માહિતી સુત્રો દ્વારા આપવામાં આવી છે.
ગત દિવાળી દરમિયાન સાંસદ પુનમ માડમના દિલ્હી ખાતેના નિવાસ સ્થાને તેમની પુત્રી શિવાની ઉમંર વર્ષ ૨૧ શિવાની દિવાળી દરમિયાન દિલ્હી ખાતે ફટાકડા ફોડતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. તે સારવાર માટે પહેલાં મુંબઈ ખસેડવામાં આવી હતી. પછી તાબડતોબ સિંગાપોર લઈ જવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે શિવાની ગંભીર રીતે દાઝી ગઈ હતી. મુંબઈમાં અથાગ પ્રયત્નો છતાં તેની હાલતમાં કોઈ સુધાર ન થતાં તેને સિંગાપોર ખસેડવાનો નિર્ણય લેવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું રવિવારે સવારે મૃત્યું થયું હતું.